________________
प्रवेश ९ मो
.
સિદર્શનાને પિતા કાન્યકુજને રાજા અને તેને પ્રધાન]
કાન્યકુજ–તેના આવતા પહેલાં તેને બધા વૃત્તાંત મારા જાણવામાં આવી ગયો છે.
પ્રધાન–નદીકિનારે નગરના દરવાજાની બહાર કુંવરી એકલાં જ ઉભાં છે; આપ કહેતા હે તે તેમને તેડી લાવવા ડાંક માણસને મેકલાવું.
કાન્યકુજ–શું? પિતાની લગ્નની પ્રતિજ્ઞાને ભંગ કરીને, પિતાના પતિને છોડીને ચાલી આવનારનું સામૈયું કરીને તેની લાંછનાની–તેની અપકીતિની તમારે જાહેર ખબર કરવી છે?
પ્રધાન–વારૂ ત્યારે, તેના ઉતારા માટે રાજમહેલમાં ગઠવણ કરાવું?
કાન્યકુજ-કાંઈજ કરવાનું નથી. તે રાજી ખુશીથી પિતાની રાજરાણુતરીકેની પદવી છડીને આવી છે, તેને જ મારે ઘેર રહેવું હોય તે દાસી થઈને રહેવું પડશે.
પ્રધાન–રાજાજી! આ આજ્ઞા તેને માટે ઘણી આકરી અને મમવેધક થઈ પડશે.
કાકુજ–તેને તેનાં દુઃખમાંથી જે હું રાહત આપું તે હું તેને પિતા થવાને ગ્ય ન કહેવાઉં.
પ્રધાન–બહુ સારું, આપ નામદારની ઈચ્છા મુજબ હું બધી ગઠવણ કરી દઇશ.
કાન્યકુજ–જુએ, તે મારી પુત્રી છે એ વાત પૂરેપુરી ગુપ્તજ રહે નહિ તે આપણે સૌ ભયાનક વિપત્તિમાં ફસાઈ પડીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com