________________
प्रवेश६ ठो
રોહિણી--અરે ! આ છે શું? મને તે કાંઈજ સમજ નથી પડતી ! (માળીઓને) અલ્યા! આમ ઉતાવળા ઉતાવળા કયાં દેડી જાઓ છે?
પહેલે માળી––અમે આ બગીચાની બહાર જઈ એ છીએ.
રોહિણ--પણ ક્યાં?
બીજે માળી–તે તે અમે પણ નથી જાણતા. રાજા બેલાવે છે માટે જઈએ છીએ.
રોહિણી--અરે ઉલ્લુઓ રાજા આજ બગીચામાં છે. તમને વળી ક્યાં રાજા તેડાવે છે?
પહેલે માળી–તેની અમને ખબર નથી.
બીજો માળી–-જે રાજાની અમે જમ્યા ત્યારથી સેવા કરતા આવ્યા છીએ તે જ; વળી બીજે કેણ હેય ?
રોહિણી –તમે બધા જ જવાના?
પહેલો માળી–બધા, બધાજ. અમારે અબ ઘડિજ જવું જોઈએ; નહિ તે અમને સજા થાય.
(તેઓ જાય છે) રોહિણી––મને એમના બોલવામાં કાંઈ જ સમજ પડતી નથી. પણ મને આ બધું જોઈને મનમાં કાંઈક ભય લાગે છે. જાણે નદીની ભેખડ ઉપરથી ઢાર ઉતરતાં હોય તેમ બધા ધડબડ ધડબડ દેડી જાય છે. એ શું હશે?
[કોશલ દેશને રાજા દાખલ થાય છે.] કેશલ–- હિણિ ! તારે રાજા અને કાંચીને રાજા બેઉ કયાં ગયા તેની તને ખબર છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com