________________
प्रवेश ५ मो
(વિહારભવનના પ્રવેશદ્વાર આગળ બુઠ્ઠા દાદા કેટલાક માણસોની સાથે ઉભા છે.)
બકા દાદા–કેમ દસ્તે ! ખૂબ ધરાઈ ધરાઈને ગમ્મત કરી ને?
પહેલો માણસ–દાદા ! ગમ્મતની તો વાતજ ન પૂછશે; જુઓને, આ મારે આખે શરીરે ગુલાલ ગુલાલ કરી મૂક્યું છે ને ! કેઈને બાકી રાખ્યા નથી.
બુદ્દા દાદા–ખરું કહે છે? પેલા રાજાઓ આવ્યા છે તેમના ઉપર પણ ગુલાલ નાખ્યું કે નહિ? , બીજો માણસ–પણ તેમની નજદીક જવાય શી રીતે? તેઓ તે પિતાની આસપાસ મજબૂત વાડ બનાવીને અંદર સલામત બેસી રહ્યા છે.
બુકા દાદા–ત્યારે આખરે રાજાએ તે રહી જ ગયા ને? તેમનાં અંગ ઉપર રંગને એક છોટે પણ ન નંખાયે એ શું? તમારે ગમે તેમ કરીને અંદર ઘૂસી જવું હતું.
ત્રીજો માણસ– દાદા ! લાલ રંગ તે તેમના ઉપર પણ હતું, પણ જરા જુદી જાતને ! જુઓ, તેમની આંખ લાલ હતી. તેમના કીદારની પાઘડીઓ લાલ હતી. તેમના બધા સેવકેની પણ પાઘડીઓ લાલ રંગની હતી, અને એ સેવકે તેમની તલવાર એવી વિઝયા કરતા કે અમે જે જરાક નજદીક જાત, તે અસલ લાલ રંગની છોળની છોળ ઉડયા વગર રહેત જ નહિ.
+ ઉત્સવ પ્રસંગે આપણા દેશમાં ગુલાલ નાખવાને રિવાજ છે તેને પ્રસ્તુત નાટકમાં પ્રેમના ચિ તરીકે કયું છે.
બંગાળા, યુ. પી. વગેરે પ્રાંતમાં પોલિસ લાલ પાઘડી પહેરે છે–સેવાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com