________________
અધારા રગમહેલના રાજા
સુદર્શના—અરરર! આ શું? કાંચીના રાજાએ તેમને આટલું બધું કહ્યુ` ત્યારે તે સમયા ? બન્યું મારૂં નસીબ ! આજના ઉત્સવે તે મને શરમ અને અપમાનના ઢગલા તળે દાટી દીધી છે! અને એ સિવાય ખીજું થાય પણ શું ? રાહિણી ! તું હમણાં અહીથી ચાલી જા, મને એકલી જ પડી રહેવા દે. (રેહિણી બહાર જતી રહે છે) આજે એકજ પ્રહારથી મારૂં અભિમાન ચૂર્ણ વિચૂ થઇ ગયું અને હજી તે છતાં x x x x x તે સુંદર મનમેાહન આકૃતિને હું મારા હૃદયમાંથી દૂર ખસેડી શકતી નથી. હું હારી ગઈ છું, ધૂળભેગી થઇ ગઇ છું, અત્યંત વિવશ ખની ગઇ છું; છતાં હજી ચિત્ત તેનામાંજ ચાંટી રહ્યું છે. હજી મને પેલા હાર રાહિણી પાસેથી માગી લેવાનું ફરી ફરીને મન થાય છે! પણ માગીશ તેા રાહિણીના મનમાં શું આવશે? રહિણી ! રાહિણી ! ( હિણી પાછી આવે છે )
રાહિણી—શું કહેા છે, રાણીજી !
સુદના—તારી આજની સેવાના બદલામાં તને શું ઇનામ આપવું ઘટે ?
૪૧૪
રાહિણી—આપે મને કાંઇજ આપવાનું ન હોય. મને જે મળવુ જોઈએ તે તે! રાજાજી તરફથી મળી જ ગયું છે. સુદર્શના—કાઇએ તેમની પાસે પરાણે અપાવેલી ચીજ તે કાંઇ ઇનામ ન કહેવાય ! એ કાંઇ તેમણે પાતે સ્વેચ્છાથી નથી આપ્યું, અને એવી મને કમને આપેલી ચીજ તું પહેરે તે મારાથી કેમજ સહન થાય ? માટે તારા ગળામાંથી એ હાર કાઢી નાખ અને અહીં મૂકી જા, તને તેના બદલામાં હું મારા હાથનાં કકણુ આપી દઉં છું. તે પહેર અને અહીથી ચાલી જા. (રાહિણી જાય છે) પાા મીજી વારના મારા પરાજય થયા. મારે એ હારને ઉચકીને સા ગાઉ દૂર ફેકી દેવા જોઇતા હતા; પણ ફેકી દેવાના મારા જીવ ચાલતા નથી. આજના ઉત્સવના અધિષ્ઠાતા દેવે મને મારી લજ્જા અને અપકીતિના ચિઙ્ગસ્વરૂપની ભેટ કરી છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com