________________
પ્રવેશ ૪ થે
૪૧૩
તમારી ડેકમાં છે તે પુષ્પહાર તો મારી પાસે છે નહિ.
(છોકરા વંદન કરીને ચાલ્યા જાય છે. )
[ રેહિણું પાછી આવે છે ] સુદશના–રેહિણી ! એક ભૂલ કરી. મોટી ભૂલ કરી નાખી. તું શું કરી આવી તે પૂછતાં મને લજજા આવે છે. શ્રેષમાં શ્રેષ્ઠ ઉપહાર હાથ વડે આપી શકાતે જ નથી, એ સત્ય હું હમણાં જ સમજ. ઠીક, કહે તું શું કરી આવી?
રહિમેં રાજાજીને ફૂલ આપ્યાં, પણ તે તે જાણે કાંઈ જ સમજતા ન હોય એવા દેખાયા.
સુદર્શના–આ તું શું બોલે છે ? તે ન સમજ્યા ?
રોહિણું–તે તે મેઢેથી એક અક્ષર પણ બોલ્યા વગર પૂતળાની માફક બેસી જ રહ્યા. આ વાતમાં પોતાને કાંઈ જ સમજ પડતી નથી તે રખેને કંઈ જાણું જાય તેટલા વાસ્તે હું ધારું છું કે, તેમણે પોતાના હોઠ જ સીવી લીધા.
સુદર્શના–ધિક્કાર છે મને ! મારી નિર્લજજતાની મને વાજબી સજા થઈ છે, પણ તું તે ફૂલ પાછાં કેમ ન લેતી આવી?
રોહિણ–લાવું કેવી રીતે ? કાંચીને રાજા તેમની પાસે જ બેઠો હતે. તે બહુ ચાલાક માણસ છે. તે તરત જ બધું સમજી ગયેલ હોય તેમ તેણે મંદ સ્મિત કર્યું, અને કહ્યું: “સુદર્શના રાણી આપ નામદારને તેમનાં અભિનંદન સહિત આ પુષ્પની ભેટ મોકલાવે છે. એ તે વસંતના પરમસખા ભગવાન કુસુમાયુધના ધનુષની પણછનાં પુષ્પ છે. તે સાંભળીને રાજા એકાએક ચમક્યા અને બેલ્યાઃ “ત્યારે તે એ પુષ્પ મારા આજના રાજવૈભવના મુકટરૂપ છે.” હું તે ત્યાંથી ભેંઠી પડીને પાછી ચાલી આવતી હતી, પણ એટલામાં કાંચીના રાજાએ રાજાના ગળામાં હીરાને હાર કાઢીને મને આપ્યું અને કહ્યું “સખિ ! તે આણેલી પરમ સૌભાગ્યસૂચક ભેટના બદલામાં આ હાર પિતાની મેળેજ તારા હાથમાં આવીને પડે છે તે તું લે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com