________________
પ્રવેશ ૨ જે
નિર્દય અને નિશ્ચલ છે એમ જાણીને કદાચ તેના ઉપર જ બધે આધાર રાખે એ ઠીક છે એવું મને લાગ્યું હોય!
સુદર્શના—તારી વૃત્તિમાં આ ફેરફારકયારથી થયો?
સુરંગમા–તે તે હું તમને શી રીતે કહું? મને પિતાને જ તેની ખબર નથી. પણ એમ કરતાં કરતાં એક દિવસ એવો આવી ગયે કે મારા હૃદયને બંડખેર ભાવ હારી થાકીને ઢીઢસ થઈ ગયું અને મારું આખું વ્યક્તિત્વ ધૂળમાં આળોટી પડીને તેનું સર્વતભાવે, દીનતાસહિત શરણ યાચવા લાગ્યું. ત્યારે–ત્યારે જ મને ભાન થયું કે તે જે ભચંકરતામાં અજોડ છે તે જ સૌન્દર્યમાં પણ અજોડ છે. તે ઘડીએ મારે ઉદ્ધાર થઈ ગયે-મારૂં પરિત્રાણ થઈ ગયું.
સુદર્શના–સુરંગમા! હું તારી આગળ હાથ જોડું છું. રાજાનું સ્વરૂપ કેવું છે તે મને જરા કહે તે ખરી! મેં તેમને કઈ દિવસ પણ દીઠા નથી. તે રાત્રે અંધારામાં મારી પાસે આવે છે અને અજવાળું થાય તે પહેલાં તે પાછા ચાલ્યા જાય છે. હું જેને તેને આ ને આ જ સવાલ પૂછું છું કે રાજાનો દેખાવ કે છે તે છે કે મને કહો. પણ કોઈ મને ચખે ચેખો જવાબ આપતું નથી. કહે છે તે પણ સમજ પડે નહિ એવું કાંઈક ગૂઢ કહે છે. જાણે મારી આગળથી સા કાંઈક છુપાવતા હેયને એવું જ મને લાગ્યા કરે છે. - સુરંગમા–રાણીજી ! સાચી વાત કહેવડાવતાં હે તે તે કેવા છે અને કેવા નહિ એ મારાથી બરાબર કહેવાય એવું છેજ નહિ. અલબત્ત, હું તમને એટલું કહી શકું કે, કે જેને સુંદર કહે એવા તો તે નથી જ.
મુદના–તું શું બેલે છે? તે રૂપાળા નથી એમ?
સુરંગમા–મારાં રાણજી ! તે રૂપાળા નથી; હવે કહેવું છે કાંઈ? તેને રૂપાળા કહેવા એ તેના રૂપને વિષે અતિશય ઓછામાં ઓછું કહેવા જેવું છે.
સુદના–તું પણ ત્યારે પેલા લોકેના જેવું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com