________________
૩૯૨
અધારા ર્ગમહેલના રાજા
તેમને આ અધારા ઓરડામાં જ થાય, ખીજે નહિ.
સુદર્શનાના, ના, તે નહિ ચાલે. પ્રકાશ વગર મારાથી જીવાય જ કેમ ? આ અંધકારમાં હું ગૂ ગળાઇ મરૂ છું. મને પળવાર ચેન પડતું નથી. એ સુરંગમા ! જો તું આ એરડામાં એક વાર દીવા લાવે તે હું તને આ મારો હીરાના હાર આપી દઉં',
સુર’ગમા—રાણીજી ! એ કામ મારા ગજા ઉપરાંતનું છે. જે આરડામાં તેણે સદાએ અધકાર રાખવાના જ હુકમ કર્યો છે ત્યાં મારાથી દીવા લવાય જ કેમ ?
સુદના—વાહ ! ખરી તારી ભક્તિ ! અને તે છતાં તારા પિતાને રાજાએ સજા કરેલી એ વાત ખરી કે ?
સુરંગમા—ખરી વાત છે; પણ મારા પિતાને જુગાર રમવાની ટેવ હતી. મારા પિતાના ઘરમાં ગામના બંધા જુવાની ભેગા થઈને શરાબ પીતા અને જુગાર ખેલતા.
સુદર્શના~~~જ્યારે રાજાએ તારા પિતાને હદપાર કરવાના હુકમ કર્યા ત્યારે તને અતિશય સતાપ નહિ થયેલા?
સુર’ગમા—સંતાપ તે કાંઇ જેવા તેવા ? તે વખતે મને મનમાં એવું થતું કે, રાજાને કાઇ મારી નાખે તે કેવું સારૂ ! ક્રોધના આવેશમાં હું ભાનભૂલી ખની ગએલી. તેને લીધે હું મારા બધી બાજુએથી વિનાશ કરવાની અણી ઉપરજ હતી. અને જ્યારે મા તે મા પણ અંધ થઇ ગયા ત્યારે તેા હું તદ્દન નિરાધાર અને નિઃસહાય બની ગઈ. પાંજરામાં પુરાએલા જ`ગલી પશુની માફક હું ઉન્મત્ત બનીને ગમે તેમ મકવાદ અને ધમપછાડા કરવા લાગી. મને તે વખતે એમ થતું કે, જાણે મારા નિષ્ફળ, નિવીય ક્રોધના આવેશમાં સૌને ફાડી ખાઉ',
સુદર્શના—પણ ત્યાર પછી તને રાજા તરફ આટલી ખથી ભક્તિ શાથી ઉત્પન્ન થઇ ?
સુરંગમા—તે તે હું શું જાણું ? પણ તે નિમ્મ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com