________________
અંધાશે રંગમહેલનો રાજા
ગહન, ભેદ ભરેલું, વિચિત્ર અને સમજાય નહિ એવુંજ બેલે છે ને? મને તે તું શું કહે છે તે જરા પણ સમજાતું નથી.
સુરંગમા–તે રૂપાળા છે એવું તે મારાથી નજ કહેવાય. અને તે રૂપળા નથી માટે જ તે અત્યંત લોકેત્તર, અત્યંત ભવ્ય અને અત્યંત વિસ્મયજનક છે. આપણા શબ્દકેશમાંનું કોઈ પણ વિશેષણ તેને લાગુ પાડી શકાતું જ નથી.
સુદર્શના–તું બોલે છે તેમાં મને બરાબર સમજ તે નથી જ પડતી, પણ તું તેમને વિષે જ્યારે બોલે છે ત્યારે મને સાંભળવું બહુ ગમે છે. પરંતુ ગમે તેમ કરીને પણ મારે તેમને એક વાર જોઈ લેવા તો જોઈએ જ. હું તેમને કયારે પરણી તે દિવસ પણ મને મૂઈને યાદ નથી. મારાં માતુશ્રી કહેતાં હતાં કે, મારૂં લગ્ન થયું તે પહેલાં કઈ ઋષિ અમારે ત્યાં આવી ચઢયા હતા. તેમણે કહેલું કે
આખા વિશ્વમાં જે અદ્વિતીય પુરુષ હશે તે તમારી દીકરને પરણશે.” મેં મારી બાને કેટલી વાર પૂછેલું કે તેનું રૂપ કેવુંક છે તે તે મને કહે; પરંતુ તે પણ તારી પેઠે જ સમજ ન પડે એવું કાંઈક કહેતાં—અને આખરે થાકતાં ત્યારે કહેતાં કે, હું તેનું વર્ણન નથી કરી શકતી. તે કહે કે, મેં તે તેનું મેટું ઘુંઘટમાંથીજ દીઠેલું તેથી મને તેની માત્ર ઝાંખી જ થએલી; પણ બરાબર જેવાએલું નહિ. ત્યારે હવે જે તે પુરુષોત્તમ જ હોય તે તેને જોયા વગર મને ચેન જ કેમ પડે?
સુરંગમા–તમને આ ઘડીએ આછી આછી ખુશદાર વાયુની લહેર આવતી લાગે છે કે?
સુદર્શના–વાયુની લહેર ? કઈ દિશાએથી? સુરંગમા–તમને મીઠી મૃદુ સુગંધ નથી આવતી? સુદર્શના–ના, મને તે કાંઈજ નથી લાગતું.
સુરંગમા–સાંભળે, માટે દરવાજે ઉઘડે છે. * * ૪ ૪ તે આવે છે. મારા રાજાજી આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com