________________
૩૬૨
ભારતધર્મ
જ તેમનું સાચું ભલું છે, તેથી સૌ જે એમ ન ચાલે તે તેમણે પોતાની ભૂલ ભાગીને એમ ચાલવું જોઈશે અથવા તેમ ન કરે તે સૌથી સહેલે ઉપાય જબરદસ્તી !
બહિષ્કારની જીદમાં પડીને એ સર્વ ટુંકા માર્ગ લઈને હિતબુદ્ધિના મૂળમાં ઘા કર્યો છે એમાં કઈ સંદેહ નથી. થોડાજ દિવસ ઉપર બહારગામને એક કાગળ મળે છે તે ઉપરથી જણાય છે કે, ત્યાંના એક બજારના લેકને એવી નોટીસ મળી છે કે જે તેઓ વિલાયતી માલ છેડી દઈ દેશી માલ નહિ ખરીદી લાવે તે અમુક વખત વીત્યા પછી બજારમાં આગ લાગશે. સાથે સાથે ત્યાંના અને પાસેના જમીનદારોના વહીવટદારનાં ખૂન કરવાને ભય દેખાડ્યો છે.
એવી નેટી મળ્યા પછી કોઈ કોઈ સ્થળે આગે લાગી પણ છે. આજ સુધી જેર કરીને પરદેશી માલ આવતે અટકાવવાના પ્રયત્ન થયા છે, અને ખરીદનારને બળપૂર્વક વિલાયતી માલ ખરીદતાં અટકાવ્યા છે. ધીરે ધીરે એ ઉત્સાહ બજારમાં આગ લગાડવા અને માણસ મારવા સુધી તે પહોંચી ગયો છે.
દુઃખની વાત તે એ છે કે, એવા ઉત્પાતને આપણા દેશના અનેક ભદ્રક આજ પણ અન્યાયરૂપ માનવા ના પાડે છે. તેઓએ નક્કી કર્યું છે કે, દેશના હિતને માટે એ ઉપદ્રવ કરે પડે.
એની સામે ન્યાયધર્મની વાતો કરવી મિથ્યા છે; તેઓ બેલશે કે, માતૃભૂમિના મંગળને માટે જે કરવામાં આવે તે અધર્મ હોઈ શકે નહિ. પણ અધર્મ દ્વારા માતૃભૂમિનું મંગળ કદી પણ થશે નહિ એ વાત વિમુખ બુદ્ધિની પાસે વારંવાર કરવી પડશે.
બજારમાં આગ લગાડીને અને ઈચ્છા વિનાના લેકનાં માથાં ભાગીને જે આપણે વિલાયતી કાપડ છેડાવી કંઈ લોકને દેશી કાપડ પહેરાવીશું, તે તેમને માત્ર બહારથી દેશી બનાવી તેમના અંતઃકરણને સ્વદેશીની વિરુદ્ધ હમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com