________________
૩
વજ *
મા છે નેહિ,
શકે
કે ગમે તે આપણે શત્રુપક્ષ તેને માતૃવિદ્રોહી થવા ઉશ્કેરે છે. પણ આપણે જ માને દેશમાં પ્રતિષ્ઠિત કરી નથી એ અપરાધ આપણે કઈ રીતે માથે લેવા રાજી નથી. વિદ્યાથીને માસ્તર વિષય બરાબર સમજાવે નહિ, સમજાવવાની તેની શક્તિ પણ નથી, અને વિદ્યાથી જ્યારે ભણી શકે નહિ ત્યારે તેના ઉપર રાગ કરીને તેને મારવા લે એના જેવી આ વાત છે. આપણે જ દેશના સાધારણ લોકને દૂર રાખ્યા છે, અને પ્રજનન સમયે આપણે રાગ કરીએ છીએ કે તેઓ દૂર રહે છે.
અંતે જે આપણે સાથે સ્વાભાવિક કારણે જોગ દઈ શકતા નથી, જેમાં અનેક કાળથી બરાબર જે માગે ચાલ્યા આવે છે તે ને તે માર્ગે અભ્યાસથી ચાલ્યા જાય છે ને અકસ્માત્ અંગ્રેજી ભણેલા બાબુઓની વાતથી પિતાને પુરાતન માગ છેડી દેવાની ઈચ્છા કરતા નથી, તેમના ઉપર આપણે બળાત્કાર કરીએ છીએ-તેમને આપણે માગે લાવવા જીદ પકડીએ છીએ. આપણે પોતે એમ સમજી બેઠા છીએ કે, જેઓ આત્મહિત સમજતા નથી, તેમને બળપૂર્વક આત્મહિતે ચલાવવા જોઈશે.
આપણું દુર્ભાગ્ય છે કે, આપણે સ્વાધીનતા તે જોઈએ છે, પણ સ્વાધીનતા ઉપર અંતરથી વિશ્વાસ કરતા નથી. મનુષ્યની બુદ્ધિવૃત્તિ ઉપર શ્રદ્ધા રાખવા જેટલું આપણને ધેય નથીઆપણે ભય દેખાડીને તેમની બુદ્ધિને ઉતાવળી ચલાવવાની ચેષ્ટા કરીએ છીએ. પિતૃપુરુષ નરકે જશે એ ભય, હજામ અને બેબી બંધ કરવાનું શાસન, ઘરમાં દેવતા મૂકવાનો પ્રયાગ કે રસ્તે પકડી ઠેકવાને ભય-એ સૌ દાસવૃત્તિને અંતરમાં ચિરસ્થાયી કરી દેવાના ઉપાય છે; કામ કરવામાંથી બચી જવાને માટે આપણે જ્યારે આ સર્વ ઉપાય લઈએ છીએ, ત્યારે સાબિત થાય છે કે, બુદ્ધિ અને આચરણની સ્વાધીનતા માણસનું કેવું અમૂલ્ય ધન છે તે આપણે જાણતા નથી. આપણે એમ માની બેસીએ છીએ કે, આપણું પેઠે જ સૌ ચાલે એમાં
ભા. ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એ છે,
તેની બુદ્ધિ
ભય દેખાડી
www.umaragyanbhandar.com