________________
ભારતધર્મ
બાધ આવી પડે, તે એને વિનાકારણ સ્પર્ધા માની લેવાય.
મયમનસિંગ વગેરે સ્થાને આપણું વક્તાઓ જ્યારે મુસલમાન ખેડુતનું ચિત્ત આકષી શક્યા નહિ, ત્યારે તેઓ અત્યંત ક્રોધ કરવા લાગ્યા. એ વાતને તે એમણે વિચાર પણ ન કર્યો કે, આપણે મુસલમાનના અથવા આપણા દેશના જનસાધારણના યથાર્થ હિતૈષી છીએ તેનું કશું પ્રમાણ કેઈ દિવસ આપ્યું નથી, તેથી તેઓ આપણી હિતષિતા ઉપર સંદેહ લાવે તો એમને જરાયે દેષ નથી. ભાઈની સાથે ભાઈ ઉભું રહીને દુઃખ સહન કરે પણ ભાઈ કહીને એક જણ અકસ્માત્ આવીને ઉભું રહે કે તરત જ તેને કેઈ ઘરને ખૂણે કાઢી આપે એમ તે બને નહિ. આપણે દેશના સાધારણ લોકના ભાઈ છીએ એવું તે એ સાધારણ લેક જાણતા નથી અને આપણા મનમાં પણ તેમના પ્રતિને ભ્રાતૃભાવ આપણું વ્યવહારમાં અત્યંત જાગ્રત ભાવે છે એવાં પ્રમાણ દેખાયાં નથી.
પહેલાં જ કહ્યું છે તેમ સાચી વાત તો એ છે કે, અંગ્રેજની ઉપર રાગ કરીને જ આપણે દેશના લોક તરફ છૂટયા છીએ, એમના ઉપર વહાલ આવવાથી નહિ. એવી સ્થિતિમાં “ભાઈ” શબ્દ આપણું કંઠમાં બહુ સુંદર સૂર આપતું નથી. જે કડક સૂર બીજા બધા સૂરને દબાવી બહાર નીકળે છે તે બીજા પ્રતિના વિદ્વેષને છે.
આપણા દેશના શિક્ષિત લેકે જન્મભૂમિને ઉદ્દેશીને મા શબ્દને અવાજ કરે છે. એ શબ્દથી આપણું હૃદયને આવેગ એવો જાગી ઉઠે છે કે, દેશમાં આપણે માની સાચી ભાવના સ્થાપતા નથી, એને વિચાર પણ કરતા નથી. આપણે તે વિચારીએ છીએ કે, ગાન દ્વારા, કેવળ ભાન્માદ દ્વારા માં સમસ્ત દેશની મધ્યે થઈ ઉઠી છે. એટલા માટે દેશને સાધારણ સમાજ જે સ્વદેશમાં માને અનુભવ ના કરે તે આપણે પૈયને છોડી દઈ માની લઈએ છીએ કે, ગમે તે તેઓ જાણી જોઈને આંધળા બને છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com