________________
અા ઉપાય
એમને પહેલાં કરતાં પણ દૂર ઠેલી મૂક્યા છે.
આટલા દિવસ પછી આપણા વકતાઓ અંગ્રેજી સભાનાં પ્લેટફોર્મ છેડી દેશના સાધારણ લેકને બારણે આવી ઉભા. દેશના લેકના મનમાં પ્રશ્ન ઉઠ –આ શું અકસ્માતું? અમારે માટે બાબુલેક આટલા વ્યાકુળ કેમ?
સાચી વાત તે એ છે કે, એ લેકને માટે પહેલાં પણ આપણું માથું દુખતું ન હતું, આજે પણ એટલું બધું દુખતું નથી. આપણે એ વાત મનમાં લઈને એમની પાસે જતા નહિ કે “દેશી કાપડ પહેરવાથી તમારું ભલું થાય. અમને દિવસે ખાવા ભાવતું નથી, રાત્રે ઉંઘ આવતી નથી.” આપણે તો એમ બેલતા જતા કે “અંગ્રેજને જબ્દ કરવા ઈચ્છીએ છીએ, પણ તમે અમારી સાથે ભળે નહિ તે બહિષ્કાર સંપૂર્ણ રીતે થાય નહિ. એટલા માટે નુકસાન વેઠીને પણ તમારે દેશી કાપડ પહેરવું જોઈશે.”
જેના મંગળ માટે કદી વિચાર કે ચેષ્ટા કરી નથી, જેમને પોતાના ગણું કદી પાસે ખેંચ્યા નથી, જેના ઉપર બરાબર અશ્રદ્ધાજ રાખી છે, તેમને નુકસાનને સ્વીકાર કરાવતી વખતે ભાઈ કહીને બોલાવીએ, તે તેઓ ખરા મનથી જવાબ આપે એ સંભવ નથી.
જવાબ મળે નહિ, ત્યારે રાગ કરીએ. મનમાં એમ થાય છે કે, જેને કદી લાવ્યા નથી, તેમને આજે આટલે આદર કરીને લાવીએ છીએ તે પણ વશ થતા નથી ! ઉલટું એમને ઘમંડ વધી ગયેલ છે.
જેઓ ઉપર છે, જે પિતાને શ્રેષ્ઠ માને છે, તેમને નીચેના લોક સંબંધે એવી અધીરાઈ થાય છે. અશ્રદ્ધાને કારણે માનવપ્રકૃતિની સાથે તેમને અપરિચય રહે. અંગ્રેજ પણ એજ કારણથી આપણી સાથે કોઈ અભિપ્રાયસાધનમાં વાંધે પડે તે કાર્યકારણને કંઈ વિચાર કર્યા વિના ક્રોધ કરી ઉઠે છે. આપણે નીચે છીએ, એટલે ઉપરવાળાની ઇચ્છાને આપણી ઈચ્છા દ્વારા અત્યંત સ્વાભાવિક કારણે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com