________________
સાચો ઉપાય
૩૬૩
શને માટે વિદ્રોહી નહિ બનાવી મૂકીએ? દેશને જે સંપ્રદાય સ્વદેશીના પ્રચારનું વ્રત લેઈ બેઠે છે, તેમના વિરુદ્ધ એ લેકને દ્વેષ ચિરસ્થાયી નહિ થાય ?
આવી ઘટના બની નથી? “વિપ-આપદમાં, સુખદુખમાં જેઓ અમારા ઉપર સ્નેહ કરતા નથી, સામાજિક વ્યવહારમાં જેઓ અમને પશુ કરતાં પણ વધારે તિરસ્કાર આપે છે, તેઓ આજ કાપડ પહેરવા કે કોણ જાણે બીજા કોઈ હેતુએ અમારા ઉપર જબરદસ્તી કરે છે, એ અમે સહન કરીશું નહિ.” એવી અસહિષ્ણુતા દેશના નીચેના વર્ગના મુસલમાન અને નામશદ્રોમાં જાગી નથી ઉઠી? તેઓ જેર કરીને પણ-એ તે શું, હાનિ ખમીને પણ--પરદેશી સામગ્રી વાપરે છે.
માટેજ હું કહું છું કે, વિલાયતી વસ્તુ વાપરવી એજ દેશનું પરમ અહિત નથી, ઘરભંગના જેવું મોટું અહિત બીજું કશું હોઈ શકે નહિ. દેશને એક પક્ષ પ્રબળ થઈ બીજા ક્ષીણ પક્ષને કેવળ માત્ર જોર વડે દાસની પેઠે સાંકળે જકડી દે એના જેવી ઈઝહાનિ બીજી કઈ હોઈ શકે નહિ. એવું કહીને, વંદે માતરમ મંત્ર ઉચ્ચાર્યો માતાની વંદના કરી શકાશે નહિ. દેશના લોકને મુખે ભાઈ કહી, ભ્રાતૃવિદ્રોહ કરાશે. ગળું ડાબીને પકડી રાખવાથી મિલન થાય ના, ભય દેખાડીને અને વર્તમાનપત્રોમાં ગંદી ગાળે દઈને મતવિરોધને તેડવાથી જાતીય ઐક્ય થાય ના.
એ સર્વ પ્રણાલી દાસત્વની પ્રણાલી. એવી રીતે ઉપદ્રવને દેશહિતને ઉપાય જેઓ માને છે, તેઓ સ્વજાતિની લજજાકર હીનતા જ પ્રકટ કરે છે, અને એ પ્રકારે ઉત્પાત કરીને જેમને હેરાન કરવામાં આવે, તેમને પણ એ રીતે હીનતાની દીક્ષા દેવામાં આવે છે.
વર્તમાનપત્રમાં એક દિવસ વાંચ્યું હતું કે, મોલીને જ્યારે કહેવામાં આવ્યું કે, પ્રાચ્ય લોક કઈ પ્રકારે સુલેહના અધિકારનું મૂલ્ય સમજતા નથી, તેઓ તે જેરને જ માને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com