________________
૩૨૬
ભારતધમ
જો એ વાત સાચી હાય કે હિન્દુઓ પ્રતિ જે આચાર આચરવાના પ્રયત્ન થાય છે, તે દેખીને કદી મુસલમાન જે મનમાં પાકુ સમજી જાય, તે એ શનિ, એ કલિ, એ ભેદનીતિ રાજાને પણ છેડશે નહિ. કારણ કે આદર વડે વધારી મૂકેલી આશાને પૂર્ણ કરવી બહુ કઠણ પડે છે. જે ભૂખ સ્વાભાવિક છે તેને એક દિવસ મટાડી શકાય; ચેાગ્યતાની સ્વાભાવિક માગણીને પણ સીમા હાય છે, પણ આદરથી ઉભી કરેલી માગણીને સીમાજ હાતી નથી. એ તા કાણા કળશીમમાં પાણી ભરવા જેવું છે. આપણાં પુરાણમાં કલ`કભજનના જે ઇતિહાસ છે, તેનું દૃષ્ટાન્ત સરકાર છે, પ્રિયજન પ્રતિના પ્રેમથી હેા કે વિપરીત પક્ષ પ્રતિના વિરોધથી હા, પણ અયેાગ્યતાને કાણા કળશીઓ કદી ભરી શકાય નહિ. અસતેષને સદા ભૂખ્યા રાખવાના ઉપાય આદર છે. એ બધી કાશીના કરવતની નીતિ છે; જતાં પ્રજાને વહેરશે, તે આવતાં રાજાને પણ વહેરશે.
આ ઘટનામાં જે સારૂં છે તેની પણ આપણે વિવેચના કરી જોવી જોઇશે. આપણે આર’ભથીજ અંગ્રેજની નિશાળમા ધ્યાન દઈ સારી રીતે ગેાખી શક્યા છીએ તેથી સરકારની નાકરી અને સમાનના ભાગ મુસલમાન ભાઈએ કરતાં આપણે ભાગ વધારે આવ્યા છે, એમાં તે સદેહ નહિ. એવી રીતે આપણામાં એક ભેદ છે. એ ભેદ દૂર થાય નહિ તે આપણું મન સારી રીતે મળે નહિ. આપણામાં ઈર્ષાના ભાગ અદરઅંદર રહેવાનેાજ, મુસલમાનને જો યાગ્ય પરિમાણમાં કરી અને માન મળે, તે જે અવસ્થાભેદને કારણે એ જાતિઓનાં મનમાં ભિન્નભાવ ઉભે થયા છે, તે ચાલ્યેા જાય ને આપણામાં સમાનભાવ સ્થપાય. જે રાજકૃપાના ઉપભાગ આજ સુધી આપણે કરતા આવ્યા છીએ, તે ભાગ હવે મુસલમાનને પણ મળે, એવી પ્રાથના પ્રસન્નચિત્તે કરૂં છું. પણ એ કૃપા અમુક સીમાએ પહોંચશે અને જ્યારે જોશે કે, મહારના ક્ષુદ્ર દાનથી અંતરના દૈન્યને કેાઇ રીતે પૂરી શકાય એમ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com