________________
ભારતધર્મ
એમ ન કરતાં માત્ર વિવાદથી બચવા માટે દેશને પ્રત્યેક પક્ષ જે એકાએક સાંપ્રદાયિક કોંગ્રેસે ઉભી કરે તે કાંગ્રેસને કશે અથજ રહેશે નહિ. કાંગ્રેસ સમગ્ર દેશની અખંડ સભા, વિન્ન થતાં જ એ સંપ્રદાયને કાઢી મૂકવા તૈયાર થાય તે કેવળ માત્ર સભાની સંખ્યા તે વધશે, પણ એથી આપણને લાભ શે ?
આજ સુધી કંઈ પણ કામ કરતાં, એટલે સુધી કે આપણે માટે મંડળ બાંધતાં પણ એકમત ના થઈ શક્યા ત્યારે જુદાં જુદાં મંડળમાં વહેંચાઈ ગયા છીએ. વિરોધ થતા માત્રમાં મૂળ વસ્તુને ગમે તે તે નષ્ટ થઈ જતી હોય તે પણ, એને છોડી દેવાની ચેષ્ટા કરી છે. અને જ્યને ઐક્યમાં બાંધી તે બધાનું જુદાં જુદાં અંગવાળું સુંદર શરીર બનાવવાની જીવની શક્તિ આપણે બતાવી શક્યા નથી. આપણી સમસ્ત દુર્ગતિનું કારણ એજ કોંગ્રેસમાં પણ એ રોગ ફૂટી આવે; ત્યાં પણ જે વિરોધના આઘાત માત્રથી ઐક્યને મૂળ પાયે સુદ્ધાં હચમચી જાય, તે આપણે કોઈ પણ પક્ષ ઉભે રહેવાને શેના ઉપર? જે મરચાં બાળીને ભૂત કાઢવાનું છે તે મરચાને જ ભૂત ખાઈ બેઠું તે ઉપાય છે ?
બંગભંગ રદ કરાવવાને માટે આપણે જેવી કઠણ ચેષ્ટા કરી છે, તેથીયે કઠણ ચેષ્ટા આત્મભંગ રદ કરવાને માટે આપણે કરવી પડશે. પારકાની સામે જે દુર્બળ, તે આભીયાની સામે પ્રચંડ થઈ પિતાને પ્રબળ માનવાથી સાત્વના ન થાય. પારકે આપણામાં ભંગ પાડે, તેથી તે માત્ર અનિષ્ટજ થાય; પણ આપણે આપણામાં ભંગ પાડીએ; એથી તે પાપ થાય. એ પાપનું અનિષ્ટ અંતરના ઉંડા ભાગમાં-દારુણ પ્રાયશ્ચિત્ત ન થાય ત્યાં સુધી ભરાઈ રહે.
હાલને સમયે હવે આત્મવિસ્મૃતિ રાખે કોઈ રીતે ચાલી શકશે નહિ; કારણકે આજે આપણી મુક્તિની તપસ્યા છે. ઇંદ્રદેવે આપણી પરીક્ષાને માટે આપણે તપભંગ કરવા આ જે ઘટનાને મોકલી છે, તેની સામે હાર સ્વીકાયે આપણી મંગળસાધના નષ્ટ થશે. માટે ભાઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com