________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ કરવું પિતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે; તે તેથી આપણી શક્તિ અસંપૂર્ણ છે એમ સિદ્ધ થાય.
એ મિલનને સંભવિત કરવાને માટે મતના વિરોધને નાશ કરે પડશે, એવી ઈચ્છા કરીએ તે તે સફળ થાય નહિ અને સફળ થાય તે પણ એમાં કલ્યાણ નહિ. વિશ્વસૃષ્ટિના વ્યાપારમાં પણ આકર્ષણ અને વિકર્ષણ, કેન્દ્રાનુગ અને કેદ્રાતિગ શક્તિઓ પરસ્પર વિરોધ કરે છે, અને છતાં પણ એક નિયમને આધીન રહેવાથી જ વિચિત્ર સૃષ્ટિને વિકસાવી શકે છે. રાષ્ટ્રસભામાં પણ નિયમથી બંધાઈ પ્રત્યેક પક્ષ પિતાને મુખ્ય લાભને માટે ચેષ્ટા કરે નહિ, તે તેથી સભાનું સ્વાચ્ય નાશ પામે, શિક્ષણ અપૂર્ણ રહે અને પરિણામે ભવિષ્ય સાંકડું થઈ જાય. આથી મતવિરોધ જે માત્ર થવાનેજ, એટલું જ નહિ પણ લાભકારક પણ છે, તે સભાને માટે નિયમશાસન સફળ થાય એમ પણ ઈચ્છવું જ જોઈએ. નહિ તે વરપક્ષ ને કન્યાપક્ષ ઉશ્રુંખલ ભાવે વાદવિવાદ કરીને માત્ર વિવાહને નિષ્ફળ કરી નાખશે. વરાળના જથાને બેઈલરમાં બાંધી રાખીએ તેજ કળ ચાલી શકે, તેમજ આપણું મતસંઘાતની શંકા જેટલી પ્રબળ હોય તેટલું જ આપણું નિયમબેઈલર વા સમાન કઠણ કરવું પડશે, ત્યારે જ કામ કરી શકાશે, નહિ તે અનર્થ થતાં વાર નહિ લાગે.
આપણે આજ સુધી કોંગ્રેસને અને કૉન્ફરન્સને માટે પ્રતિનિધિ મોકલવાના યથારીતિ નિયમ કર્યો નથી. જ્યાં સુધી દેશના લોક ઉદાસીન હતા અને રાષ્ટ્રીય કર્તવ્ય સંબંધે આપણામાં મતભેદ હતા નહિ ત્યાંસુધી એવા નિયમની શિથિલતાથી કંઈ હાનિ નહોતી. પણ જ્યારે દેશનું મન જાગી ઉઠયું છે, ત્યારે કામની અંદર દેશનું મન લેવું જોઈશે, પ્રતિનિધિ દ્વારા સાચી રીતે દેશની સંમતિ લેવી જોઈશે. એમ માત્ર પ્રતિનિધિ સંબંધે જ નહિ, પણ કોંગ્રેસ અને કોન્ફરન્સનું કામ ચલાવવાને વિધિ પણ નિયમિત કરવાનો વખત આવ્યે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com