________________
૩૨
ભારતધર્મ
શાસનમાં મતવિચિત્રતા કચરાઈ ન જાય, સર્વ મત પોતાનું યથાયોગ્ય આસન ગ્રહણ કરી લે અને વિરોધને વેગે પરસ્પરની શક્તિને પરિપૂર્ણ રૂપે સચેતન કરી રાખે. - યુરોપના રાષ્ટ્રકાર્યમાં સર્વત્ર અનેક વિધી દળોને એકત્ર સમાવેશ થતો દેખાય છે. દરેક દળ મુખ્ય લાભને માટે પ્રાણ પણે ચેષ્ટા કરે છે. મજૂર પક્ષ અને સમાજવાદી વગેરે સર્વ દળે રાષ્ટ્રસભામાં સ્થાન પામે છે અને તેઓ વર્તમાન સમાજને પોતપોતાના અભિપ્રાય પ્રમાણે ખેંચી જવા પ્રયત્ન કરે છે.
એવું અનય કર્યો બળે એક થયું છે, અને આટલે વિરોધ મિલનને નાશ કેમ નથી કરી નાખતે ? એનું કારણ બીજું કશું નથી, પણ એ સર્વ નીતિના ચરિત્રમાં એવું શિક્ષણ દઢ થયું છે કે જેથી સર્વ પક્ષો નિયમના શાસનને માન્ય કરીને ચાલી શકે છે. નિયમનું ઉલ્લંઘન કરીને તેઓ પોતાના ધારેલા ફળને ટુકડા કરી નાખવા ઈ૨છતા નથી, નિયમનું પાલન કરીને જ જયલાભ કરવાને માટે હૈયે ધારણ કરી જાણે છે, એ સંયમ તેમના બળનું દર્શન કરાવે છે. એ કારણથી એટલા વિચિત્ર અને વિરુદ્ધ મતિગતિના લેક એકત્ર થઈને માત્ર તર્ક અને આલોચના જ નહિ, પણ મોટાં મોટાં રાજ્ય અને મહારાજે ચલાવવાનું કામ કરી શકે છે.
આપણી કોંગ્રેસ ઉપર રાજ્ય-સામ્રાજ્ય ચલાવવાને ભાર નથી, માત્ર દેશને શિક્ષિત સંપ્રદાય એકઠો મળી દેશની ઈચ્છાને પ્રકટ કરવાને માટે એ સભાને ચલાવે છે. એ ઉપાયે દેશની ઇચ્છા ધીરે ધીરે સ્પષ્ટ આકાર ધારણ કરી બળ પ્રાપ્ત કરશે અને દેશ ઈચ્છાશક્તિને બળે કાર્યશક્તિ પ્રાપ્ત કરી દેશનું આત્મજ્ઞાન જગાડી દેશે, એ આપણું લક્ષ્ય છે. સમસ્ત દેશના શિક્ષિત સંપ્રદાયની એકત્ર મળેલી ચેષ્ટા જે મહાસભામાં આપણી ઈચ્છાશક્તિને પ્રકટ કરવા તત્પર થઈ રહી છે, એમાં એવી ઉદારતા જે ન હોય કે જેથી શિક્ષિત સંપ્રદાયના સર્વ વર્ગો અને સર્વ મતને લે કે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com