________________
નાયક
-
w
માંડે? આપણે શું જોતા નથી કે, આપણે મરવા માંડયું છે ? હું આ રૂપકની ભાષામાં બોલતો નથી, આપણે સાચેસાચા મરવા પડ્યા છીએ. જેને વિનાશ કહે, જેને વિલાપ કહે, તે અનેક રૂપ ધરી આપણી આ પુરાતન જાતિના ઘરમાં પેઠે છે. મલેરિયાથી હજારે માણસે મરે છે, મરતા નથી એ જીવન્યૂત થઈ ગયા છે ને પૃથ્વીને ભાર વધારે છે. એ મેલેરિયા પશ્ચિમથી પૂર્વમાં અને એક પ્રદેશથી બીજા પ્રદેશમાં વ્યાપી ગયા છે. પ્લેગ એક રાત્રિને અતિથિ થઈ આવ્યા પછી તે વર્ષ ઉપર વર્ષ ચાલ્યાં ગયાં, તોય નરરક્તની એની તરસ છીપતી નથી. જે વાઘે એક વાર મનુષ્યમાંસને સ્વાદ ચાખે, પછી તે જીભની લાલસા કેમે કરી છોડી શકે નહિ. દુષ્કાળ એમજ વારંવાર ફરી ફરીને આવે છે ને લોકનાં ઘરબાર સૂનાં કરી મૂકે છે. આને દેવની દુર્ઘટના માની આંખો મીંચી શું પડયા રહીશું ? સમસ્ત દેશ ઉપર મૃત્યુની કાણાં વિનાની આ જાળ વીંટાયેલી દેખીએ છીએ તેને શું આકસ્મિક કહી સૂઇ રહીશું?
એ આકસ્મિક નથી. એણે વ્યાધિનું સ્વરૂપ ધારણ કરી મૂળ નાખ્યાં છે. એવી રીતે અનેક જાતિઓ મરી પરવારી છે આપણે પણ આ દેશવ્યાપી મૃત્યુને વિનાપ્રયને દૂર કરી શકીશું, એવું બનવા સંભવ નથી. આપણે આંખ સામે જોઈએ છીએ કે, જે જાતિઓ સુસ્ત ને સબળ છે તે પણ પ્રાણુરક્ષાને માટે પ્રતિક્ષણ લડાઈ કરે છે–ત્યારે આપણ જીર્ણ દેહ ઉપર મૃત્યુદેવ વારંવાર નખ માર્યા જાય છે. એ દશામાં વિના પ્રયત્ન આપણે બચી શકીશું? .
એ વાત આપણે મનમાં રાખવી જ પડશે કે, મેલેરિચા-પ્લેગ-દુષ્કાળ એ તે બહાર દેખાતાં માત્ર લક્ષણ છે, બાકી મૂળ રેગ તે દેશની નાડીમાં જામી ગયો છે. આપણે આજ સુધી એકભાવે ચાલ્યા આવીએ છીએ-આપણું હાટે–વાટે, ગામે-ઘરે આપણે એકભાવે બચવાની વ્યવસ્થા કરી છે, આપણે એ વ્યવસ્થા બહુ કાળની પુરાતન છે. ત્યાર પછી આજે બહારના સંઘાતથી આપણું વ્યવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com