________________
રસ્તો ને રસ્તાનું ભાથું
૨૮૧
મેટા સૌ લોક બળી ઉઠ્યા છે. દિવસ જતા જાય છે, તેમ તેમ વેદનાને અણીઆળે કાંટે ઉડો ને ઉડે આપણાં હૃદયમાં પેસતો જાય છે. એમ રોજ ને રોજ ઉડે ઘાજ બધા ભારતને એક કરવાનું કામ કરી રહ્યો છે, માટે એ દ્વેષનેજ આપણી એકતાને માટે કામે લે.”
આ વાત સાચી જ હોય, તે દ્વેષનું કારણ જ્યારે ચાલ્યું જશે, અંગ્રેજ આ દેશમાંથી ચાલ્યા જશે, ત્યારે તે એ એકતાની દેરી પળમાત્રમાં તૂટી જશે. તે વખતે દ્વેષનું બીજું કારણ આપણે ક્યાં ખેળવા જઈશું ? ત્યારે તે એ કારણ શોધવા દૂર જવાશે નહિ, બહાર જવાશે નહિ; અને પરિણામે લોહીતરસી શ્રેષબુદ્ધિને કારણે એકબીજા ઉપર છરી લઈને દેડવું જોઈશે.
આટલા દિવસ તે ગમે તેમ ચાલ્યા, પણ હવે તે કંઈક સારૂં થશેજ, માટે અત્યારે તે આજ રીતે ચાલે” એવી એવી વાતે જે કરે છે, તે એ વાત ભૂલી જાય છે કે, દેશ એમની એકલાની પૂંજી નથી; રાગદ્વેષને ઈચ્છા અનિચ્છા લઈને એ લેકે ચાલ્યા જશે તે પણ દેશ તે અહીં રહી જશે. ટ્રસ્ટી જેમ સેપેલા ધનને ઉપયોગ રીતસરના ઉપાયો છેડીને પિતાની ઈચ્છા પ્રમાણે ગમે તેમ કરી શકે નહિ, તેમ બહુ કાળનું બહુ લોકનું મંગળ અમુક પ્રસંગના ક્ષોભને વશ થઈ આંખ મીંચીને ટૂંકી બુદ્ધિએ શકમંદ સ્થિતિમાં ફેંકી દેવાને અધિકાર આપણામાંથી કોઈને નથી. સ્વદેશને ભવિષ્યમાં જેથી લાભ થઈ પણ શકે એવું ઢીલું શંકાસ્પદ કામ આજની ઉશ્કેરણીને ખાતરજ કરી નાખવું એ કદાપિ કેઈનું કર્તવ્ય હાઈ શકે નહિ. કર્મનું ફળ તે કંઈ આપણે એકલાએ ભેગવવાનું નથી, એમાંથી જે દુઃખ થાય તો તે અનેકને ભોગવવું પડે.
માટે જ વારંવાર કહ્યું છે ને વારંવાર કહીશ કે, વેરબુદ્ધિને રાતદિવસ માત્ર બહારની બાજુએ જાગતી રાખવાને માટે ઉશ્કેરણીની આગમાં પિતાની સંઘરેલી બધી થાપણને હેમી દે ના; બીજાની સામેથી ભમર ચઢાવેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com