________________
૧૮૨
ભારતધર્મ
મેં ફેરવી લે, અષાઢને દિવસે આકાશમાં ચઢેલાં વાદળાં જેમ મુસળધારે તાપે સુકાયેલી તરસી માટી ઉપર તુટી પડે, તેમ દેશની સર્વ જાતિના સર્વ લોકની વચ્ચે ઉતરી આવે, સર્વ પ્રકારના મંગળકાર્યના જળથી સ્વદેશને સર્વ પ્રકારે બાંધી દે, કર્મક્ષેત્રને ચારે બાજુએથી વિસ્તારેએટલે સુધી વિસ્તારી દો કે દેશના ઉંચા નીચા-હિન્દુ મુસલમાન ખ્રિસ્તી-સૌ હદય સાથે હૃદયને અને કામ સાથે કામને મેળવી એક થાય. એથી રાજા આપણું ઉપર સંદેહ કરશે, આપણાં કામમાં વાંધા નાખશે, આપણને ઘડી ઘડી આંતરવાના પ્રયત્ન કરશે; પણ તેમાં એ કદી ફાવી શકશે નહિ-આપણે જરૂર વિજયી થવાના. વાંધાની સામે ગાંડાની પેઠે પિતાનું માથું અફાળીને નહિ, પણ વિચાર કરીને ધીરેધીરે તેને ઓળંગી જઈને વિસયી થઈશું, એટલું જ નહિ પણ કાર્યસિદ્ધિની સાચી સાધનાને દેશમાં હમેશને માટે સંઘરી શકીશું; આપણું અનુજેને માટે કામ કરવાને સૌ માર્ગ એકેએકે ઉઘાડા કરી દઈશું.
આજ આ જે કેદખાનામાં લેઢાની સાંકળોને ઝણકાર સંભળાય છે, દંડાવાળા પુરુષોનાં પગલાંથી કંપતા રસ્તા ગાજી ઉઠે છે, એના ઉપર પણ બહુ ધ્યાન આપતા નહિ. જે કાન માંડીને સાંભળશે તે કામના મહાસંગીતમાં આ અવાજ તે ક્યાંય વિલીન થઈ જશે! કેટલા જુગની કેટલી ઉથલપાથલ, કેટલી પીડાના કેટલા છે, આ દેશના દરવાજામાં થઈને કેટલા કેટલા રાજપ્રતાપના પ્રવેશ ને વિદાય-એ સૌમાં થઈને ભારતવર્ષ પિતાની પરિપૂર્ણતાને માગે ચાલ્યું જાય છે. તેમાં આજના એક નાનકડા દિવસને નાનકડે ઈતિહાસ એની સાથે મળી જાય છે ને કંઇ કાળ પછી તે કયાંય ઉતરી ગયો છે એ દેખાશે પણ નહિ ! પામશે નહિ, ક્રોધ કરશો નહિ; ભારતવર્ષને જે પરમ મહિમા સમસ્ત દુ:ખના ઘા ખમતે ખમતે પણ વિશ્વકવિના સૃજનઆનંદને વહેતે વહેતે પ્રકટ થઈ ઉઠે છે તેની અખંડ મૂર્તિ ભક્તસાધકના શાન્ત ધ્યાનનેત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com