________________
૨૮૦
ભારતધર્મ આજ ભારતવર્ષમાં થોડું ઘણું એજ્ય દેખીને હવે કામ સિદ્ધ થશે એમ માનીએ છીએ, પણ એ ઉપર ઉપરનું છે, અંદરનું નથી. ભારતવર્ષની જુદી જુદી જાતિઓમાંનું આ ઐક્ય જીવનધને કારણે બંધાયું નથી–પરજાતિના રાજ્યને બહારના બંધનથી આપણે બંધાયા છીએ.
સજીવ પદાર્થ યંત્રભાવે એકઠા રહી રહીને પણ કોઈ વાર મળી જાય છે. એક જાતના ઝાડની ડાળીમાં બીજી જાતના ઝાડની ડાળીની કલમ લગાવી શકાય, પણ જ્યાં સુધી એ બે ડાળીઓ મળી એક થઈ જાય નહિ, ત્યાંસુધી એના ઉપરના પાટા છેડી શકાય નહિ. બેશક, પાટા એ કંઈ ઝાડનું અંગ નથી, એટલા માટે ગમે એટલા સારા હોય તે પણ ઝાડને પીડા તે જરૂરજ દેશે, પણ જ્યારે જુદી જાતનાં બે ઝાડને એક કરી તેમનાં શરીરના અંદરના ભાગને બાંધ્યા જ, ત્યારે તે બેને એક થયા વિના બીજે માર્ગ નહિ. જરૂર કરતાં બાંધણ વધારે છે એ વાત ખરી પણ હોય, પણ એમાંથી છૂટવાને એકજ ઉપાય-નવી આવેલી ડાળીની રેષાઓમાં મૂળ ઝાડે પિતાના અંતરને રસ રેડ, પૂરે
ગ કરીને તેને પિતાની કરી લેવી, ત્યારે ઉપરનું બંધન છૂટી જાય. એ વાત નકકી છે કે, એવી રીતે કલમ કરતાંજ આપણે માળી આપણું રેષાએ કાપી નાખશે. અંગ્રેજી રાજ્ય નામે બહારના પાટા સ્વીકારી લઈને, અને ત્યાર પછી જડભાવે નહિ પણ અંદરથી સેવા કરીને, સ્નેહ કરીને સર્વ કૃત્રિમ પડદાને ખસેડી નાખી નાડીના બંધનથી ભારતવર્ષને એક કરી લેવું પડશે. અનેક કાર્યો એકઠા થઈને ને કરવાને માટે ભેગેલિક ભૂમિને સ્વદેશરૂપે પિતાને હાથે તૈયાર કરવું પડશે અને વીખેરાઈ પડેલી અનેક જાતિઓને પિતાને હાથે સ્વજાતિરૂપે બનાવી લેવી પડશે.
વળી કઈ કઈ એવું પણ બોલતા સાંભળ્યા છે કે પાશ્ચાત્ય ઉપરને સર્વ લોકને સર્વસાધારણ દ્વેષ જ આપણને એક કરી શકશે. પૂર્વની પરજાતિ પ્રત્યેની પાશ્ચાત્યેની સ્વાભાવિક બેદરકારીથી અને ઉદ્ધતાઈથી ભારતના નાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com