________________
૨૬૮
ભારતધર્મ
આબરૂ રાખવાને કારણેજ બીજાની સામે લપડાક મારીને માં રાતું રાખીએ છીએ એટલું જ નહિ પણ અભિમાન ઉપર લાત વાગતાં પોતાની ગુંજાશ સંબંધેને વિચાર કરવા જેટલી પણ બુદ્ધિ નેઈ બેસીએ છીએ. આપણે અપમાનને એગ્ય નથી, એ આંખના પલકારામાં સાબિત કરી દેવાને માટે આપણે એકદમ અધીરા બની ઉઠીએ છીએ. આપણે બધું કરી શકીએ છીએ, આપણે સર્વ રીતે તૈયાર છીએ, માત્ર બહારના દબાણથીજ આપણે દબાઈ રહ્યા છીએ એવી વાતે ઊંચું ગળું કરીને બેલી બેસી રહેતા નથી, પણ એવે વિશ્વાસે કામ કરવાને પણ આપણું અપમાનિત હૃદય આકુળવ્યાકુળ થઈ ઉઠે છે. ચિત્તની આવી અત્યંત ઉશ્કેરાયલી સ્થિતિમાં ઇતિહાસ ભણતાં આપણે ભૂલ ખાઈ જઈએ છીએ. મનમાં માની લઈએ છીએ કે, જે સર્વ પરાધીન દેશ સ્વાધીન બન્યા છે તે સૌએ વિપ્લવ કર્યો છે, અને તેથી સ્વાધીન બન્યા છે. એ સ્વાધીનતા હાથ કરવાને અને ત્યાર પછી હાથ રાખવાને માટે બીજા કઈ ગુણની જરૂર છે કે નહિ, તે આપણે કાળજી રાખીને ભણતા નથી; અથવા ઉતાવળે ઉતાવળે માની લઈએ છીએ કે, એ સૌ ગુણ આપણામાં છે અથવા તે જરૂર પડતાં એ ગુણ કેઈ ને કઈ રીતે જોગવી લઈશું.
એ રીતે માણસનું મન જ્યારે અપમાનથી દુભાઈને પિતાનું ગૌરવ સાબિત કરવાને તૈયાર થઈ જાય, બધી કઠણ મુશ્કેલીઓને ગણકાર્યા વિના જ ગાંડાની પેઠે અસાધ્ય સાધનાએ આત્મહત્યા કરવાને ઉદ્યોગ કરે, ત્યારે એને જેવી મર્મભેદી કરુણાજનક સ્થિતિ જગતમાં બીજી કયી ! એ પ્રકારના ઉદ્યોગથી તો આપણે જરૂર નિષ્ફળ થવાના, એમ છતાં પણ એને હસી કઢાય એમ નથી. એની મધ્યે માનવપ્રકૃતિને જે પરમ દુઃખકર ઉત્સાહ રહે છે, તે પૃથ્વીના સર્વ દેશમાં અને સર્વ કાળમાં અનેક કારણે અનેક અસંભવ આશાએ અસાધ્ય સાધને વારંવાર બળતા પતંગીઆની પેઠે આંધળે થઈ બળીને ભસ્મ થઈ જવા માટે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com