________________
રસ્તા ને રસ્તાનું ભાથું
૨૧૭
કે, વિપ્લવથી દેશ નવજીવન પામ્યા; માની લઈએ છીએ કે,વિપ્લવજ મ`ગળનું મૂળ કારણ છે-વિપ્લવજ મગળને મુખ્ય ઉપાય છે.
ઇતિહાસના એમ મહારથીજ અભ્યાસ કરીને આપણે માની બેસવાના કે, જે દેશના મમસ્થાનમાં પેદા કરવાની શક્તિ નબળી પડી ગઇ છે, તે પ્રલયના ઘાને કદીજ રૂઆવી શકે નહિ. બાંધવાની-ચણવાની સ્વાભાવિક પ્રવૃત્તિ જેનામાં જીવતી છે, તેના જીવનધર્મને, તેની સરજવાની શક્તિને એજ નાશ કરવાની શક્તિ લાત મારીને જગાડે. એમ નવી સૃષ્ટિને નવા બળ વડે ઉભી કરવી એજ પ્રલયના મહિમા છે; નહિ તે માત્ર ભાગવું, વગરવિચાર્યે વિપ્લવ જગાડવા, એ કાઈ રીતે કલ્યાણુજનક થઈ શકે નહિ.
શઢમાં વેગવાળા પવન ભરાય તે વહાણુ આળસ ખ'ખેરી સરસર ચાલ્યુ જાય, ત્યારે નક્કી જાણીએ કે બીજી કશું તે નહિ, પણ તળીએ કાણું તે નથીજ. કદાચ હશે તે વહાણના સુથારે ગમે તે રાત્રે કે ગમે તે દિવસે બેસીને એની મેળે પૂરી દીધું છે. પણ જે જીણુ વહાણુને ધક્કો મારતાંજ તળીઆનું એક પાટી' બીજા પાટીઆ સાથે અથડાઇને દાંત કાઢે, તેના શઢમાં વેગવાળા પવન શું વિનાશનું કારણ નથી ? આપણા દેશમાં એક જરા સરખા ધક્કો લાગતાં હિંદુ મુસલમાન સાથે અને ઉંચી વ નીચી વણુ સાથે શું અથડાઇ પડતી નથી ? અંદરજ જ્યારે આમ કાણાંની પરપરા છે, ત્યારે પવન કાપીને, મેાજાથી બચીને સ્વરાજ્યને મંદરે પહેાંચવા માટે ઉશ્કેરણી ઉપરથી ગાંડછામાં કૂદી પડવું એ તે કંઇ ઉપાય છે ?
બહારથી દેશ જ્યારે અપમાન પામે છે, આપણા હક લેવાની ઇચ્છા કરતાં પણ, ‘તમે તેા નાલાયક છે’ એવા અપવાદ જ્યારે રાજકારભારીઓ તરફથી મળ્યા કરે છે, ત્યારે આપણા દેશની કયી દુખળતા કચી ત્રુટી માનવી એ પણ વિચારવું આપણે માટે કઠણ થઈ પડે છે. ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com