________________
દેશી રાજા
૨૯
એવી સ્થિતિમાં કમળની ઉન્નતિ કરવાની રીત ગુલાબની ઉન્નતિ કરવા માટે અજમાવવામાં આવે. પણ દેશી રાજ્ય તે સ્વાભાવિક નિયમ વડેજ ઉન્નતિ મેળવવાના ઉપાય જે એ આપણી કામના હોય.
એનું કારણ એવું નથી કે, ભારતીય સભ્યતા જ સૌ સભ્યતામાં શ્રેષ્ઠ છે. યુરોપની સભ્યતાએ માનવજાતિને જે સંપત્તિ આપી છે તેની કિંમત મેટી છે, એ બાબતમાં શંકા કરવી એ તે ધૃષ્ટતા છે.
આથી યુરોપિયન સભ્યતાને હલકી ગણે છેડી દેવી જોઈએ એમ હું કહેતા નથી, પણ એ આપણે માટે અસ્વાભાવિક છે, અસાધ્ય છે એમ માનીને જ સ્વદેશી આદર્શ તરફ આપણે મન લગાડવું જોઈશે-બે આદર્શની તુલના કરીને વિવાદ કરવાનું આપણને કારણ નથી. એમ કહેવાની પણ જરૂર છે કે, માણસને બન્ને આદર્શની જરૂર છે.
તે દિવસે અહીંના કેઈ સારા માણસે મને પ્રશ્ન કર્યો હતું કે, સરકાર આટ ફૂલની ગેલેરીમાંથી વિલાયતી છબિઓ વેચી નાખી તે શું સારું થયું છે ?
એને ઉત્તર આપે હતું કે, સારું જ થયું છે. એનું કારણ એ નહિ કે વિલાયતી ચિત્રકલા એ સારી સામગ્રી નથી, પણ એ ચિત્રકલાને એમ જલદી મેળવી લીધે ચાલે નહિ. આપણા દેશમાં એ ચિત્રકલાને સાચે આદર્શ લાવ કયાંથી? આપણા દેશની એકાદ લખનેરી હુમરી તથા “હિલિમિલિ પનિયા ” સાંભળીને જે કેઈ વિલાયતી અંગ્રેજ ભારતની સંગીતવિદ્યા શીખી લેવાનું મન કરે, તે એના ભાઈઓએ એને તરત વાર જોઈએ. વિલાયતી બજારમાંથી ફેંકી દીધેલી થેડીક સસ્તી અને તેની સાથે એકાદ બે સારી છબિ આંખ સામે રાખવાથી કંઈ આપણે ચિત્રવિદ્યાને સાચે આદર્શ શીખી શકીશું? એ ઉપાયથી આપણે ગમે એટલું શીખીએ, તે પણ એમાં કેટલી ખામી છે તે જાણી લેવાને ઉપાય આપણા દેશમાં તે છે નહિ. જ્યાં એક વસ્તુ ની નથી શરૂઆત કે નથી છેડે, માત્ર વચમાંના થડા આંટા
ભા. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com