________________
રરર
ભારતધામ
પડે છે. એને કેઈ ઝુંટવી લેતું પણ નથી ને કદી ઝૂંટવી લેવાય પણ નહિ. આપણા ગામની ગામડાની શિક્ષા, વાચ્ય, વાટાઘાટની ઉન્નતિ, એ તો આપણે પિતે કરી શકીએ. જે ઈરછા કરીએ, જે એક થઈએ તે એ માટે સરકારની ચપરાશ છાતીએ બાંધવાની કશી દરકાર નથી. પણ ઈચ્છા જ જે થાય નહિ, જે એક થવાય જ નહિ; તે ચુલામાં ગયું એ સ્વાચત્તશાસન ! તે દેરી–લેટા જે બીજો કેઈ બંધુ નથી !
પરંપરાથી સાંભળ્યું છે કે, આપણા દેશના કેઈ એક રાજાને એક ઉંચા અધિકારીએ બંધુભવે કહ્યું કે, સરકારને સૂચના કરી આપને ઊંચી પદવી દેવડાવીશ; તેજસ્વી રાજાએ ઉત્તર આપે કે, અમલ આપને છે, આપ લોક જોઈએ તે મને રાજા કહે, જોઈએ તે બાબુ કહે; ગમે તે નામે બોલાવે, પણ મને એવી ઉપાધિ આપશે નહિ. જે આજ ઈચ્છા થયે દાન કરી શકે તે કાલ ઈચ્છા થયે હરણ કરી શકે. મારી પ્રજા મને મહારાજાધિરાજ કહી બોલાવે છે, એ મારી ઉપાધિ કઈ લઈ શકે નહિ, તેમ આપણે ગમે તે બોલીએ, પણ અમલ સરકારને, આપણને એવા સ્વાત્તશાસસનનું કામ નથી. જે જેટલી પળમાં આપે, તે તેટલી પળમાં ઝુંટવી લે. જે સ્વાયત્તશાસન આપણું છે, દેશનું મંગળ કરવાને જે અધિકાર વિધાતાએ આપણા હાથમાં મૂક્યો છે, તેને જ અંગીકાર આપણે મેહમુતચિત્તે, નિષ્ઠા સાથે કરી શકીએ રિપનને જય થાઓ ને કર્ઝન ઘણું છે !
હું ફરીથી કહું છું કે, દેશની વિદ્યાશિક્ષાને ભાર આપણે ગ્રહણ કરે જ જોઇશે. કેઈ સંશય કરશે કે, શિક્ષાને ભાર તે આપણે લઈએ, પણ કામ આપે છે કેણ? કામ તે આપણે જ આપવું પડશે. એક મોટું સ્વદેશી કર્મક્ષેત્ર આપણુ અધિકારનું ન થાય તે આપણે હંમેશાં દુર્બળ રહેવાના, કેઈ પણ યુક્તિથી આપણે આ નિર્જીવ દુર્બળતાથી બચી શકવાના નહિ. જે આપણને કામ આપશે, તેજ આપણે કર્તા થશે, બીજું બની શકે જ નહિ; જે કર્તા થશે તે આપણું વ્યવસ્થા કરતી વખતે પિતાને સ્વાર્થ વિસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com