________________
સફળતાને સદુપાય
વધી જાય. જ્યાં મેળવવું આપણી શક્તિ ઉપર આધાર રાખતું નથી પણ દાતાની ઉદારતા ઉપર આધાર રાખે છે, ત્યાં જેમ આપણે પક્ષે અમંગળ છે, તેમ દાતાને પક્ષે કઠણ છે.
પણ જ્યાં લેવડદેવડને સંબંધ-દાનપ્રતિદાનને સંબંધ છે ત્યાં બન્નેનું મંગળ છે. ત્યાં દાવાનું પરિમાણ પણ સવભાવથીજ ન્યાઓ થઈ ઉઠે અને સર્વ વાતે લેવડદેવડમાંજ સમાય. દેશમાં એવી ભદ્ર અવસ્થા થવાને માત્ર એકજ ઉપાય છે; સમાજમાં દેશના મંગળસાધનની ભીતના પાયામાં સ્વાધીન શક્તિને ગોઠવવી. એક કશક્તિની સાથે બીજી કતૃશકિતઓને સંબંધ શોભે ને સ્થાયી થાય એજ આનંદ
અને સમાનને ભંડાર છે. ઈશ્વર સાથે સંબંધ જોડવા જતાં પિતાને જડ પદાર્થ કરી દીધું ચાલે નહિ. પોતે પણ એક સ્થાને ઈશ્વર થવું પડે.
માટેજ મેં કહ્યું છે કે, સરકાર પાસેથી આપણા દેશને જેટલું લેવાનું, તે છેવટ સુધી લઈ શકાશે. જે આપણે દેશને જેટલું દેવાનું, તેટલું ઠેઠ સુધી દઈ શકીશું તે જે પરિમાણમાં દઈશું, તેજ પરિમાણમાં લેવાને સંબંધ દઢ થશે.
એવી પણ શંકા ઉઠી શકે કે, આપણા દેશનું કામ કરવા જતાં કદી પ્રબળ પક્ષ વિદન નાખે તે ? જ્યાં બે પક્ષ છે, અને બન્ને પક્ષના સ્વાર્થ જયાં સમાન નથી ત્યાં કદી વિદત નડશે જ નહિ, એવું તે બની શકે નહિ. પણ એટલા માટે હાથ પહોળા કરી નાખે પાલવે નહિ. જે પુરુષ બરાબર કામ કરવા ઈચ્છે છે તેના માર્ગમાં છેવટ સુધી વિદને નાખવાં અશકય છે. સ્વાયત્તશાસનનું દષ્ટાંત લે. આપણે માથે હાથ દઈ રોઈએ છીએ કે રિપને આપણને સ્વાયત્તશાસન આપ્યું, તે પાછું અધિકારીઓએ ઝૂંટવી લીધું. ધિફ આવું રેવું ! એક જણ જે દઈ શકે, બીજો એક જણ તે ઝુંટવી લઈ શકે તે કણ નથી જાણતું? એને સ્વાયરશાસન નામ આપ્યું માટે શું સ્વાયત્તશાસન થઈ ગયું ?
સવાયત્તશાસનને અધિકાર તે આપણા ઘર આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com