________________
ભારતધર્મ
તેથીયે વધારે પરિતૃપ્તિ માટે પ્રાચીનકાળમાં મોટા મોટા યજ્ઞ થતા–આજ તે બહુ દિવસથી એ લુપ્ત થઈ ગયા છે. પણ ભારતવર્ષ એ ભૂલી ગયો નથી, માટે દેશના કામને કારણે સંઘ ભરાયો, અને એ ભારતલક્ષમીએ પોતાની અવ્યવહુત પુરાતન અતિથિશાળાનું દ્વાર ખોલી દીધું, પિતાના યજ્ઞભંડારની વચ્ચે પિતાનું હમેશનું આસન ગ્રહણ કર્યું. એમ કરીને કેંગ્રેસ-પરિષદમાં-જ્યાં વિલાયતી તરેહની વકતૃતા થાય છે અને ફડાફડ ફડફડ તાળિો પડે છે ત્યાં પણએ ઘેર સભાઓમાં પણ-આપણી જે માતા સ્મિતમુખે પિતાના ઘરની સામગ્રી, પિતાને હાથે બનાવેલું મિષ્ટાન્ન પિતાને હાથે સર્વેને પીરસી ખવરાવી ચાલી જાય, પછી ત્યાં શું થાય છે એની તે એ પરવા પણ ન કરે. માના મુખ ઉપર કંઈક હાસ્ય ફૂટે-જે એ જાણે કે પુરાતન યજ્ઞની પેઠે આ આધુનિક યજ્ઞમાં માત્ર ભણેલાગણેલાજ નથી આવ્યા, માત્ર ઘડિયાળધારી લેકજ નથી આવ્યા, પરંતુ બોલાવ્યા અણુ
લાવ્યા પામરથી માંડીને સર્વ પ્રકારના લોક અજાણતેજ એકઠા થયા છે, તે એ અવસ્થામાં સંખ્યાનું ભેજ્ય ઓછું થાય, આડંબર પણ ઓછો થાય, પરંતઆનંદમંગળ અને માતાને આશીર્વાદે બીજું સૌ કામકાજ પણ પરિપૂર્ણ થઈ જાય.
ગમે તેમ હોય, પણ એ તે સ્પષ્ટ દેખાય છે કે, ભારતવર્ષ કામ કરવા બેસે તેય માનવસંબંધનું માધુર્ય ભૂલી શકે નહિ, એ સંબંધની સમસ્ત જવાબદારી સ્વીકારી લે.
આપણે એ સમસ્ત-મોટે ભાગે અનાવશ્યક–જવાબ દારી સહેજે સ્વીકારી છે, માટે જ ભારતવર્ષમાં ઘેર ઘેર, ઉંચનીચના, ગૃહ-અતિથિના ગાઢ સંબંધની વ્યવસ્થા સ્થપાઈ છે. એટલાજ માટે ટેલ ( ગુરુને ઘેર ચાલતી શાળા), પાઠશાળા, જલાશય, અતિથિશાળા, દેવાલય, અપંગ પાલન વગેરે માટે કઈ દિવસ કેઈને વિચારવું પડતું નથી.
આજ જે એ સામાજિક સંબંધ છૂટી જાય, જે અન્નદાન, જલદાન, આશ્રયદાન, સ્વાચ્ચદાન, વિદ્યાદાન વગેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com