________________
સ્વદેશી સમાજ
૧૮૯
આ સંબંધે બીજું એક આધુનિક દષ્ટાન્ત આપું. હું રાજશાહી અને ઢાકાની પ્રાંતિક પરિષદમાં ગયે હતા. એ પરિષનું કામ હું અતિ મહત્વનું માનું છું એમાં તે સંદેહ નહિ. પણ આશ્ચર્ય તે એ જોયું કે, તેમાં સાચા કામ કરતાં અતિથિસત્કારની ધામધૂમ વધારે હતી. જાણે વરરાજાની જાન ગઈ હોય તેમ આહાર-વિહાર અને આમેદ-પ્રમોદને માટે એટલે બધે ઉપદ્રવ, કે આમંત્રણ કરનારને દમ નીકળી જાય. જો એ કહી દે કે, તમે સૌ સ્વદેશનું કામ કરવા આવ્યા છે, મારે માટે કંઈ આવ્યા નથી; ત્યારે આવું વિવિધ પ્રકારનું રહેવાનું, વિવિધ પ્રકારનું સૂવા બેસવાનું રોડાલેમેનેડ, ગાડીઘેડા-આ બધું ખર્ચ અમારે માથે કેમ? જે એ એવું કહી દે તે કંઈજ અન્યાય નહિ. પણ કામનું પ્રજન દેખાડી ખસી જ જવું એ આપણી જાતના લોકનું કામ નહિ. આપણે શિક્ષણના માર્યા ભયંકર કામગરા થઈ બેસીએ તે યે આમંત્રણ કરનારને કામ કરતાં આતિથ્યમાં વધારે ધ્યાન આપવું પડવાનું. આપણે કામને પણ હૃદયના સંબંધથી દૂર કરવા ઈચ્છતા નથી. ખરી રીતે તે એ પરિષદમાં આતિથ્યથી જેટલું આપણું મન આકર્ષાતું હતું, તેટલું કાર્ય વિભાગથી આકર્ષાતું નહતું. પરિષદ્ પિતાને વિલાયતી વ્યાપારમાંથી એ દેશી હૃદયને એકે વારે બાતલ કરી શકી નહિ. આમંત્રણ કરનાર અતિથિએને અતિથિભાવે આત્મીય ભાવે માન આપવું એ પિતાને ધર્મ માનતા હતા. તેમને પરિશ્રમ, ખર્ચ, કષ્ટ વગેરે કેટલું બધું હતું એ તે જે ત્યાં હતા તે જ જાણે. કેસમાં પણ આતિથ્યને જે અંશ છે, એ અંશ ભારતવષય છે, અને એજ અંશ દેશમાં ખરું કામ કરે–જે અંશ કામને તે તે માત્ર ત્રણ દિવસને, બાકી તે આખા વર્ષમાં તેને તે શબ્દય સંભળાય નહિ.
અતિથિસેવાની ભાવના વિશેષરૂપે ભારતવર્ષને સ્વભાવ છે, તેનું અનુશીલન પ્રબળરૂપે ચાલુ રહે તે દેશમાં અતિ આનંદના કારણરૂપ થઈ પડે. જે આતિથ્ય ઘેરઘેર થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com