________________
૧૭૦
ભારતધર્મ
અને કેળામાં બેજિયમને જુલમ વગેરે જોઈએ છીએ ત્યારે અન્ય કેઈ ઉપર દેશને આરેપ દેવે મુશ્કેલ લાગે છે.
આપણા દેશમાં ધર્મને જે આદર્શ છે, તે હૃદયની સામગ્રી છે. એને બહારની સીમાથી રોકી રખાય નહિ. આપણે જે એક વાર “સેન્કટીટી ઑફ લાઈફ” સ્વીકારી લઈએ તે પછી પશુપક્ષી-કીટપતંગ કશાને એની સીમાબહાર રાખીએ નહિ. ભારતવર્ષ એક વાર માંસભક્ષી હતા, આજે એને માંસને નિષેધ છે. માંસભક્ષી જાતિએ પિતાને સંયમમાં મૂકી એકે વારે માંસાહારને ત્યાગ કર્યો છે. લાગે છે કે, જગતમાં એવું બીજું દષ્ટાન્ત છે જ નહિ. ભારતવર્ષમાં જોઈ શકીએ છીએ કે, ગરીબમાં ગરીબ માણસ પણ જે ઉપાર્જન કરે, તે દૂર દૂરનાં સગાંસંબંધીઓ સાથે વહેચીને ખાતાં સંકેચાય ના. સ્વાર્થને પણ એક પ્રકારને ન્યાચ્ય અધિકાર છે, એ વાતને આપણે અનેક પ્રકારનાં સંકટો વેઠીને પણ બને ત્યાં સુધી દબાવી રાખી છે. આપણા દેશમાં બળ અને યુદ્ધમાં ધર્મરક્ષા કરવાનું વિધાન છે-હથિયાર વિનાનાને, નાસતાને, શરણે આવેલા શત્રુને માટે આપણે ક્ષત્રિયોને જે ધર્મવિહિત ધર્મ–ઠર્યો છે, તે યુરોપને તે હસવા જેવું લાગશે. અને તેનું એ જ માત્ર કારણ છે કે ધર્મને આપણે અંતરનું ધન માની આદર કરીએ છીએ. સ્વાર્થને પ્રાકૃતિક નિયમ આપણું ધર્મને ઘડી કાઢતે નથી, પણ ધર્મને નિયમ આપણા સ્વાર્થને સંયમમાં રાખવાની ચેષ્ટા કરે છે. એટલા માટે આપણે બહારના વિષમાં દુર્બળ હેઈએ, તેથી જે કે આપણે બહારના શત્રુથી પરાજય પામીએ, તથાપિ આપણા સ્વાર્થ અને સરળતા ઉપર ધર્મના આદર્શને વિજયી કર્યાને પ્રયત્નને કારણે ગૌરવ પ્રાપ્ત કર્યું છે, તે કદી વ્યર્થ જશે નહિ-એ પણ એક દહાડે આવશે. (૧૯૦૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com