________________
હS ()
૧૪–સ્પેશ સમાન*
આપણા દેશમાં યુદ્ધવિગ્રહ, રાજ્યરક્ષા અને ન્યાય કાર્ય રાજા કરતા, પણ વિદ્યાદાનથી માંડીને જલદાન સુધીનું સઘળું કામ સમાજ એવી સરળતાથી કરી શકો કે આજ સુધીમાં અનેક રાજાનાં રાજ્યો આપણા દેશ ઉપર થઈને નદીના પ્રવાહની પેઠે વહી ગયાં, તે પણ આપણું ધર્મને નાશ કરી આપણને પશુ જેવા કરી શક્યાં નહિ, સમાજને નાશ કરી આપણને કેવળ દરિદ્ર કરી દીધા નહિ. રાજા રાજામાં લડાઈને અંત નહિ, પણ આપણા મર્મર શબ્દ શોભતા વેણુકુંજમાં, આપણા આંબા અને આમલીના વનની છાયામાં દેવમંદિર બંધાય, અતિથિશાળા સ્થપાય, તળાવ ખોદાય, ગુરુમહાશય આંક ગેખાવે, ટેલમાં શાસ્ત્ર ભણુંવવાનું બંધ થાય ના, ચંડીમંડપમાં રામાયણને પાઠ થાય અને કીર્તનના અવાજથી ગામનાં આંગણાં ગાજે. બહારની સહાયતાની અપેક્ષા સમાજ રાખે નહિ, અને બહારના ઉપદ્રવથી દરિદ્ર થાય નહિ.
પાણીનું બહુ દુઃખ છે, એવી વાતે તે આજે આપણે દેશમાં સામાન્ય થઈ પડી છે. સૌથી વધારે શોકની વાત તે તેના મૂળકારણ સંબંધે છે. આજે સમાજનું મન સમાજની અંદર નથી, આપણું મન બહારની દિશાએ છે.
* બંગાળામાં જળકષ્ટ નિવારવા સરકારે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો ત્યાર પછી આ નિબંધ લખાયો હતો.
* પ્રાચીન પ્રણાલીની પાઠશાળાને બંગાળામાં ટેલ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com