________________
અતિશકિત
૧૩૩
માં ભારતવર્ષ પિતાના રાજારજવાડાને લઈને બાદશાહના સુબાની સામે માથું નમાવવા જશે, પણ બદલામાં બાદશાહ એને શું માન આપશે, શી સંપદુ આપશે, શું અધિકાર આપશે ? કશુંજ નહિ. એથી ભારતની નબળાઈ સાબિત થશે, એટલું જ નહિ, પણ એવા પિલા દરબારની કંજુસાઈથી રાજમહિમા પૂર્વદેશમાં ઘટયા વિના નહિ રહે.
જે સૌ કામ પાશ્ચાત્ય રિવાજ પ્રમાણે થાય, તે આપણું રિવાજને મળતાં ન પણ આવતાં હોય તેય એ બાબતમાં આપણે ચૂપ થઈ બેસી રહેવું પડે. દાખલા તરીકે, આપણું દેશમાં તે રાજા પધારે કે કઈ શુભ કર્મ આદરે, ત્યારે જે ઉત્સવ-આમેદ થતા, તેનું ખર્ચ રાજાઓજ કરતા. વળી જન્મતિથિ વગેરે પ્રસંગે રાજા પ્રજાને કંઈક લાભ આપતા. અહીં તે એથી છેક ઉલટું થાય છે. રાજા જન્મ કે મરે, ચઢે કે પડે, ત્યારે રાજા તરફથી પ્રજા પાસેથી પિસા કઢાવવા લખણીનું પાનિયું ચૌટામાં નીકળે; રાજા, રાય બહાદુર વગેરે ખિતાબના રાજકીય લીલામની દુકાન મંડાય. અકબર, શાહજહાં વગેરે બાદશાહે પિતાની કીતિ પતેજ રાખી ગયા છે આજકાલ તે રાજકારભારીઓ જુદી જુદી જગાએ વિવિધ ચતુરાઈએ લેક પાસેથી મોટા મોટા કીર્તિસ્તંભ કરાવી લે છે. આજે બાદશાહને પ્રતિનિધિ સૂર્યવંશી ક્ષત્રિીરાજાઓને સલામ કરાવવા બેલાવે છે, તે પિતાના ગજવામાંથી કંઈ નહેર ખોદાવશે કે કંઈ ધર્મશાળા બંધાવશે કે કેળવણીને માટે કે શિલ્પચર્ચાને માટે કંઇ પિસા ખરચશે? તે દિવસમાં તે બાદશાહ, નવાબે ને રાજકારભારીઓ આ બધાં શુભ કાર્યો કરીને પ્રજાનાં હૃદયની સાથે યોગ દેતા. આજ રાજકારભારીઓને તે પાર નથી, એમના પગાર પણ એવા જાડા છે કે દુનિયાભરમાં પંકાય છે; પણ આ દેશમાં દાન કે સત્કર્મ કરીને કશી નિશાની રાખી જતા નથી. વિલાયતી દુકાનમાંથી માલ ખરીદે, વિલાયતી દેઓંની સાથે મોજમજા ઉડાવે ને છેવટે વિલાયતના ખૂણામાં જઈ બેસી મરતા સુધી હિન્દુસ્તાનનું પેન્શન ખાય.
ભા. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com