________________
૧૩ર
ભારતધર્મ
*---- --
* * * * * * * * * *
ઉઠયા છીએ, એમ માનીને રાજકારભારીએ આપણને ઠંડા પાડવા કહે છે કે, ખર્ચ કંઈ બહુ થશે નહિ, ને જે થશે તેમાંનું અર્ધક તે પાછું વાળી લેવાશે. પણ ખર્ચમાં કસર કરો તે ઉત્સવ થાય નહિ. કોથળીનું મોટું ખેંચી બધી ઉત્સવ કરવા નીકળતાં પિતાના પૈસા તે બચે, પણ બીજાને બચાવવાનું દિલ ના થાય. તેથી જ આવતા દરબારમાં સમ્રા ને નાયબ ચેડા ખરચે ચલાવી તે શકે, પણ આડંબરને કુલાવી દેવાને માટે રાજાઓને તે ખર્ચ કરવા પડશે. દરેક રાજાને છેવટે અમુક ઘેડા, અમુક હાથી, અમુક માણસે તે લઈ જવાંજ પડશે, ને સાંભળ્યું છે કે તેને માટે સૂચનાઓ તે અપાઈ પણ ગઈ છે. એ બધા રાજાઓના હાથીઘેડાથી ને લાવલશ્કરથી બને એટલે થેડે ખર્ચે બાદશાહને ચતુર સુ બને એટલે ભારે ઠાઠ ઠઠારી મૂકશે, પણ આપણે સંપ્રદાયે રાજકીય ઉત્સવને જેને પ્રાણ કહી શકાય તે ઉદારતા, તે દાનશીલતા એમાં જરાય નહિ હોય. એક આંખ કથળીની દેરી ઉપર ને બીજી આંખ પુરાતન બાદશાહની નકલ ઉપર રાખે કામ કંઈ થાય નહિ. એ સૌ કામ તે સ્વાભાવિક રીતે થાય ત્યારેજ થાય ને શેભા પામે.
એટલામાં આપણા દેશના એક નાના રાજાએ સમ્રાટના આ અભિષેકને કારણે પિતાની પ્રજાને હજારોના કરની માફી આપી છે. મનમાં આવે છે કે, ભારતવર્ષને રાજકીય ઉત્સવ શી રીતે ઉજવાય, તેને પાઠ ભારતવર્ષના આ રાજાએ અંગ્રેજ કારભારીઓને શીખવ્યું છે, પણ જે નકલ કરે, તે સા પાઠ શીખે ના; એ તે માત્ર આડંબર કરી શકે. તપેલી રેતી સૂર્યની પેઠે તાપ આપે, પણ પ્રકાશ આપે ના. તેથી આપણા દેશમાં અસહ્ય અતિશયોકિતનું ઉદાહરણ આપવું હોય તે તપેલી રેતીનું અપાય છે. આવતા દિલ્હી દરબારમાં પણ એમ પ્રતાપ તે માટે દેખાશે, પણ આશા ને આનંદ તે દેખાશે નહિ. માત્ર દંભ દેખાડવાથી સમાને પણ શોભા નહિ-ઉદારતા નીચે, દયા નીચે, દાન નીચે એ અસદા દંભને ઢાંકી દેવામાં જ રાજાને ભા. આવતા દરબાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com