________________
અતિશયોક્તિ
૧૩૧
બહાર નીકળતી નથી. આપણે માત્ર છેટેથી દેખી શકીએ છીએ–ચાકરે બારણે બેઠા ભડકયા ભડકયા ઉપર પાડેલા કાણામાંથી પંખાની દેરી ખેંચે છે, ગાડીવાળે ગાડીના ઘેડાની લગામ પકડી ચમરીથી ઘેડાના મરછર ઉરાડે છે અને બળેલા ભારતવર્ષના તપેલા સંબંધમાંથી નાસી જવા રાજપુરુષે સીમલાની શીતળ ટેકરીને રસ્તે ઉચે શ્વાસે દોડયા જાય છે. ભારતવર્ષમાં અંગ્રેજ રાજ્યને બહેળે વહીવટ એકેવારે આનંદ વગરને, એકવારે રસ વગરને છે–એને માર્ગ ઑફિસ અદાલતની દિશાએ; જનસમાજના હૃદયની દિશાએ નહિ. ત્યારે આજ એકદમ મ્યાનમાંથી દરબાર શ કાઢો? સમસ્ત રાજ્યવહીવટ સાથે એને યોગ કયાં આગળ? ઝાડવેલીએ ફૂલ ફૂટે, ઑફિસના વળવાંસને તે ગુલાબ ફૂલ ફૂટે ના! આ તે સૌ રેતીના રણમાં ઝાંઝવાના જળ જે ખેલ છે; એ પાણ થાક ઉતારવા માટેનું નથી, તરસ મટાડવા માટેનું નથી.
પહેલાંના દરબાર બાદશાહને પ્રતાપે જાહેર કરવા નહાતા ભરાતા, કેઈની પાસે તીણે સૂરે સલામ કરાવવા માટે નહેતા ભરાતા–એ તે સ્વાભાવિક જ હતા. એ સૌ ઉત્સવે બાદશાહ નવાબની ઉદારતાના પ્રવાહ ઉછળતા ને વહેતા. એ પ્રવાહથી કામનાવાળાઓની કામના પૂરી થતી; દીનજનનાં દુઃખ દેવાતાં; એથી આશાનંદ દૂર દૂર સુધી વહી જતા. આવતા દરબારમાં કયા દુઃખનું દુઃખ જવાનું છે, કયા દરિદ્રની દરિદ્રતા ટળવાની છે? તે દિવસે જે કંઈ અભાગીઓ ખોટી આશા રાખીને હાથમાં અરજી લઈ સમ્રાટના પ્રતિનિધિ પાસે જવાની ઉમેદ રાખે તે પીઠ ઉપર સિપાઈના દંડા લઈને રેતે રેતે પાછો ના આવે?
માટે જ કહું છું કે, આવતે દિલ્હી દરબાર પશ્ચિમની અતિશક્તિ, નકલી અતિશક્તિ છે. આ બાજુ હિસાબકિતાબ, દુકાનદારી, પેલી બાજુ પૂર્વના બાદશાહની નકલ કર્યા વિના પણ ન ચાલે. આપણે આખો દેશ ભૂખે સૂશે તે દિવસે મેટા દરબારને આડંબર દેખીને આપણે કંપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com