________________
૧૩૦
ભારતધર્મ પૂર્વના લેકેની અત્યુકિત ને અતિશક્તિ ઘણેક વખતે તેમના સ્વભાવની ઉદારતાને લીધે જ હોય છે. પશ્ચિમ ના લેકની અતિશક્તિ માત્ર ઠઠારેલી જ હોય છે, બનાવટી કહીએ તે ય ચાલે. દિલઉદાર મોગલ બાદશાહના સમયમાં દિલ્હીમાં દરબાર જામતે. આજ તે એ દિલેય નથી, એ દિલ્હી પણ નથી ત્યારે એક નકલી દરબાર કરવું પડશે. એક વર્ષથી રાજાએ પિલિટિકલ એજટેના હાથમાં સપડાઈ ગયા છે, સામ્રાજ્ય ચલાવવામાં એમને સ્થાન નથી, કામ નથી, એમને સ્વાધીનતા નથી. અકસ્માત્ એક દહાડે અંગ્રેજ સમ્રાટના નાયબે મહિમા વિનાની થઈ પડેલી દિલ્હીમાં સલામ કરાવવા માટે ભારતને હાંક મારી, ભેંચે ઘસડાતા પિતાના પોષાકના પાલવને શીખ અને રાજપૂત રાજકુમાર પાસે ઉપડાવી, અચાનક આવેલા કેળીઆની પેઠે એક દહાડે સમારેહને ભભક ઉલટી આવ્ય; ત્યાર પછી બધું સૂનું, બધું લખું !
હાલની ભારત સામ્રાજ્ય ઑફિસે પણ કાયદેસર ચાલેએમાં રંગઢંગ નહિ, ગીતવાદ્ય નહિ, એમાં પ્રત્યક્ષ માણસ નહિ. અંગ્રેજના રમતખેલ, નાચગાન, આનંદવિલાસ સૌ પિતાનામાં જ. એમની આનંદશાળાઓમાંથી એમના આનંદ વિનોદની કુશકી પણ ભારતદેશની સામાન્ય પ્રજાને માટે ઉડી બહાર આવે નહિ. આપણી સાથે અંગ્રેજને સંબંધ ઑફિસના બાંધ્યા કામથી ને હિસાબના ચેપડા ઉપર સહી કરાવવાથી પૂરો થાય. પૂર્વના બાદશાહે અને નવાબે સાથે આપણે સંબંધ અન્નવસ્ત્ર, શિલપશેભાને, આનંદઉસ વન–એમ અનેક રીતે હતે. એમના રાજમહેલમાં આનંદને દી સળગ્યે એનું અજવાળું ચારે કેરની પ્રજાના ઘર ઉપર પડે, તેને દરવાજે જે નેબત બેસે તેને આનંદધ્વનિ ગરીબની ઝૂંપડીમાં પણ વાગી ઉઠે.
અંગ્રેજ સિવિલિયને પરસ્પરને નેતરાં તેડાં કરી ભાઈબંધી દાખવે, એ બધું પોતાને માટે. જ્યાં પાંચ અંગ્રેજ બેઠા છે ત્યાં આનંદની લહેર ઉડે છે, પણ એની ગંધ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com