________________
ભાષણબંધી
- - -
-
-
-
- - -
* *ક કરતા
અમને વળી શા માટે ઓળખવાથી નાસે છે જે રાજુમાં સર્ષને ભ્રમ થાય છે તે તુરતાતુરત ઘરના દીવા હાલવી નાખીને શા માટે તે શ્રમ વધારી મૂકે છે? જે માત્ર એક જ ઉપાયે અમે અમારું પિછાન આપી શકીએ એમ છીએ, તમારી પાસે આવીને અમારું હૃદય બોલી શકીએ એમ છીએ, તે પણ શા માટે બંધ કરી દે છે?
૧૮૫૭ના બળવા પહેલાં હાથે હાથે જે રોટલી વહેચાતી હતી તે સંબંધે છાપાંમાં કશુંય લખાતું ન હતું. એવાં મૂંગાં વર્તમાનપત્ર શું ભયંકર નહિ? સાપ છાને માને પેસે ને છાને માને કરડે, એટલાજ માટે શું એ ભયંકર નહિ ? વર્તમાનપત્ર જેટલાં વધારે ને જેટલાં સ્વતંત્ર, તેટલે દેશ પિતાનું છાપું વધારે બહાર કાઢે. કદી કોઈ ઘેર અંધારી અમાવાસ્યાની રાત્રે અમારી અબળા ભારતભૂમિ આશા બાંધીને સાહસ કરીને ગાંડી થઈ જઈ બંડ ઉઠાવવા નીકળે, ત્યારે ચેકમાં વખતે કુકડા ને પણ બેલે, રાજાને પહેરેગીર ન પણ જાગે, કિલ્લાના દરવાજાને દરવાન એને ન પણ ઓળખે, તોય તેનાં પિતાનાં નપુર, ઝાંઝર અને કંકણ પિતાપિતાની વિચિત્ર ભાષામાં વાગી ઉઠે, વર્તમાનપત્રે કંઈ ને કંઈ બકી ઉઠે, કેઈનું કહ્યું માને ના. પહેરેગીર પિતાને હાથે દાબીને એ ઘરેણાંના નાદને દબાવી રાખે ને ત્યારે એની ઉંઘમાં ખલેલ તે ન પહેચે, પણ છેવટે પહેરેગીર ની દશા શી!
પણ પહેરો દેવાને ભાર જે જાગતા લેકને માથે છે, તેજ નકકી પણ કરે કે પહેરે શી રીતે દે? એ બાબતની રીત દેખાડીએ તે આપણું ઘટતા ગણાય, અને વળી જોખમમાં પણ આવી પડાય. તેથી આપણું દુર્બળ માતૃ ભાષામાં આવી વાત કરવાની ચેષ્ટા ન કરવી. ત્યારે આવી નિર્બળ, વ્યર્થ, આપદા વહોરનારી વાચાળતા શા માટે? બળવાનને ભય નિર્બળને માટે કેવો ભયંકર છે એ દેખાડવા માટે જ.
એનું એક નાનું ઉદાહરણ આપવું ખોટું નથી. થોડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com