________________
ભારતધર્મ
થાય છે કે ખરેખર, આપણે કીડા તે નથી જ એક મરેલા કીડા તે નથી જ.
આપણી જાતિના અંતરમાં હજી પ્રાણ છે, એમાં શક્તિ સંચરી શકે એમ છે. એથી આપણને આનંદ થાય એવી વાત છે. આ વાતને ના પાડવી એ ચોખ્ખું કપટ છે, એવી પાલીસી ટકી શકશે નહિ અને કપટ નકામું જશે. આથી સરકાર કોઈ ઠેકાણે આપણું એ શક્તિ કબૂલ રાખે ત્યારે નિરાશામાં પણ આપણને અભિમાન થયા વિના રહે નહિ! પણ અરેરે, એ અભિમાન આપણે ઘાત કરાવી નાખે એવુજ છે–છીપમાંને મોતીના જે એ રેગ . એક દિવસ માછી આવી આપણું પેટ કઠેર અભિમાનની છરી વડે ચીરી બહાર કાઢશે અને પિતાના મુગટમાં જડશે. અંગ્રેજ પિતાના આદર્શ સાથે માપીને આપણને જે અગ્ય માન આપે છે એ માન ગમે તે આપણી મશ્કરી કરવા આપે છે કે ગમે તે આપણે ઘાત કરવા આપે છે ! આપણું જે બળ માટે વહેમ લાવી સરકાર આપણું ઉપર જુલમ કરે છે, તે બળ આપણામાં નહિ હોય તે સરકારના જુલમથી આપણે માર્યા જઈશું ને હશે તે એ જુલમથી રોજરોજ અંદરથી દઢ ને બળવાન થશે.
આપણે તે આપણને ઓળખીએ છીએ, પણ સરકાર આપણને ઓળખતી નથી. ના ઓળખવાનાં એક ને એક કારણ છે. એને વિસ્તારોને જણાવવાનું કારણ નથી. સા વાતની એક વાત એ છે કે, તેઓ આપણને ઓળખતા નથી. આપણે પૂર્વના, એ પશ્ચિમના. આપણને શામાંથી શું થાય? ઘા લાગે તે કયાં સેસ આવે એની એમને ગતાગમ છે નહિ, એટલા માટે જ એમને ભય લાગે છે. આપણામાં ભયંકરતાનું બીજું તે કશું લક્ષણ નથી, માત્ર એક જ છે. આપણે અજ્ઞાત-આપણે વનસ્પતિના જેવા જીવ, આપણે શાન્ત, સહનશક્તિવાળા, પરવા વગરના; અને છતાંય આપણે વિશ્વાસ નહિ; કારણ કે આપણે પૂર્વના, આપણને કોઈથી પારખી શકાય નહિ. જો આ વાત સાચીજ હાય તે હે રાજન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com