________________
તરીકે સ્તુતિ કરવી એ ફેકટ છે. આ શ્લોક સાંભળી વિકમે દિવાકરસૂરિની સામેથી પિતાનું મેં લઈ લેઈ બીજી દિશામાં ફેરવ્યું. આનો અર્થ એમ કે લોકના ગંભીર ભાવથી પ્રસન્ન થઈ વિક્રમે એક દિશાનું રાજ્ય સૂરિજીને બક્ષિસ આપી દીધું. આ રીતે સૂરિજી જુદા જુદા ચાર લાક બોલ્યા અને વિક્રમે ખુશી થઈ ચારે દિશાનું એટલે પિતાનું સર્વ રાજ્ય સૂરિજીને આપી દીધું. વળી પાછા સૂરિજી પાંચમે લેક બેલ્યા. હવે વિક્રમ પાસે કંઇ આપવાનું રહ્યું ન હતું. એટલે તે હાથ જોડી લાંબે થઈ ગુરુના ચરણમાં પડે. મતલબ કે પિતાને દેહ પણ ગુરુને સમર્પણ કર્યો. આથી ગુરુએ તુષ્ટમાન થઈ વિક્રમને ધર્મોપદેશ આપી સપરિવાર ચૂસ્ત જનધમી બનાવ્યું અને તેનું રાજ્ય પાછું ખેંચ્યું. ગુરુની આજ્ઞાથી વિક્રમે પુષ્કળ દાન કર્યું અને ઘણું દુઃખી પુરૂષને મદદ કરી.
એક દિવસ વિક્રમ રાજાએ પૂછયુંઃ ગુરુજી મારા જે જેની રાજા ભવિષ્યમાં કઈ થશે કે ?
ગુરુએ કહ્યુંઃ રાજન ! તારા સંવત્સરથી ૧૧૯ વર્ષે કુમારપાળ નામે રાજા તારા જે થશે.
આ પ્રમાણે ગુરુમુખે ભવિષ્યકથન સાંભળી વિક્રમ ઘણે આનંદિત થયો અને મહાકાલના પ્રાસાદમાં ગુરુના શબ્દ કેતરાવી કુમારપાળનું નામ અમર કર્યું.
એક દિવસ અમૃત જેવા મધુર વચનથી સૂરિ જીએ શત્રુંજય મહાતીર્થનું માહાસ્ય વર્ણયું. તેની યાત્રા કરવાથી શું પુણ્ય ઉપાર્જન થાય છે તે જણાવ્યું. તેને સંઘ કાઢવાથી થતા અનેક લાભે સમજાવ્યા. આથી વિક્રમે શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com