________________
૧૯ કરે અમને આવશ્યક જણાતું નથી. ઉલટું અમને લાગે છે કે આપે તીર્થકરોની અને આગમેની આશાતના કરી છે.
દિવાકરસૂરિને પણ સંઘની વાત ઠીક લાગી. સૂત્રે સંસ્કૃતમાં રચાતાં સામાન્ય જનની સ્થિતિ કેવી થશે તેને તેમને ખ્યાલ આવ્યા. પોતાનું કામ તેમને અજુગતું લાગ્યું, તેમણે બે હાથ જોડી સંઘને વિનંતી કરી કે “મને માફ કરો. મેં ભારે અપરાધ કર્યો છે. મને પ્રાયશ્ચિત આપે. ”
સંઘે કહ્યું “પ્રભે આપ સમર્થ આચાર્ય છે ધર્મધુરન્ધર ગચ્છાધિપતિ છો. આપને અમે શું પ્રાયશ્ચિત આપીએ? આપજ આપને યોગ્ય લાગે તે પ્રાયશ્ચિત કરી લે. ' સૂરિજીએ વિચાર કર્યો કે હું ગચ્છને આગેવાન છું એટલે સર્વ કેઈ મારું અનુકરણ કરવા પ્રેરાય. માટે મારે કડક પ્રાયશ્ચિત કરવું. આમ વિચારી તેમણે જાહેર કર્યું કે શ્રી સંઘ સમક્ષ હું પ્રતિજ્ઞા લઉં છું કે બાર વર્ષ સુધી ગચ્છ બહાર રહી, જગલ સેવી, ઘેર તપશ્ચર્યા કરી શુષ્ક આહાર લઈ હું પારાંચિક નામનું પ્રાયશ્ચિત કરીશ. તે ઉપરાંત એક મોટા રાજાને પ્રતિબોધ પમાડીશ અને એક તીર્થને ઉદ્ધાર કરીશ.
બાર વર્ષ સુધી જંગલમાં રહી ઘેર તપશ્ચર્યા કરવાની ભીષણ પ્રતિજ્ઞા સાંભળી બધા સ્તબધ થઈ ગયા. આવા નાના દોષ માટે આવું કડક પ્રાયશ્ચિત તે હેતું હશે ! બધાની આંખમાં આંસુ આવ્યાં. ગુરુ મહારાજને વિગ થશે એ વિચારે સર્વનાં હદય લેવાવા લાગ્યાં. કંઈક હળવું પ્રાયશ્ચિત કરવા તેમણે સૂરિજીને વિનંતી કરી પણ સુરિજીએ અડગ નિશ્ચય કર્યો હતે. પૂર્વ સર્વે પશ્ચિમમાં ઉગે તે પણ તે ફરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com