________________
૧૮
કલ્યાણમાં મસ્ત થા. જગતમાં ભાતૃભાવના પ્રચાર કર. સ્યાદ્વાદધમના ફેલાવા કર. આટલું ખેલી વૃધ્ધવાદીસૂરિ પ્રયાણ કરી ગયા.
: ૭ :
ગુરુના ઉપદેશથી પ્રતિબંધ પામેલા દિવાકરસૂરિજી ફરી માનવજીવાના ઉધ્ધાર કરતા ગામેગામ ફરવા લાગ્યા. એક દિવસ તેએ ભરૂચમાં પધાર્યાં ત્યાં તેમને વિચાર થયા કે તીથકર ભગવાને કહેલાં અને ગણધર દેવાએ શાસ્રરૂપે ગુ થેલાં સકળ સિધ્ધાન્તા અર્ધમાગધી ભાષામાં છે. આ ભાષા તા પ્રાકૃત છે. નાનાં બાળકા પણ સમજી શકે તેવી છે. આ સદ્ધાન્તા જો સંસ્કૃત ભાષામાં ઢાય તા તેનું કેટલું માન વધે ! માટે આ સર્વાં સૂત્રને હું મધુર સંસ્કૃત ભાષામાં ફેરવી નાખું' આમ વિચારી તેમણે નવકારમન્ત્રનું સંસ્કૃત કયું: नमोऽर्हत् सिद्धाचार्योपाध्याय सर्व साधुभ्यः
આમ શરૂઆત તેા કરી પણ તેમને વિચાર થયા કે આ કામ સંઘને પૂછીને કરવું.
બીજે દિવસે તેમણે સંઘને એકઠા કરાવ્યેા. શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી એ સંઘનાં ચારે અંગે એકત્ર થયાં. સૂરિજીએ તેમને પોતાના વિચાર જણાવ્યેા. આ એકદમ નવીન વાત સાંભળી સંધ ખળભળી ઉઠયા. સંઘને લાગ્યું કે તીથ કર દેવાની અને પૂર્વાચાર્યાની બુધ્ધિનું સૂરિજીએ અપમાન કર્યું છે. સંઘે કહ્યુ: પ્રભા ! અમે આપની સાથે સંમત થઇ શકતા નથી. સંસ્કૃતમાં સૂત્રે રચાતાં સામાન્ય જનને સમજવાં ઘણાં કઠિન થઇ પડશે, અને સમાજ અજ્ઞાન રહેશે તેના સર્વે દોષ આપના શિરે આવશે. તીર્થંકર મહારાજોએ જે ક્યું છે તે ઉચિતજ કયું` છે. તેમાં સુધારા વધારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com