________________
સાધારણ નથી. અને બૌદ્ધોને તે તે તૃણ સમાન ગણે છે. માટે તમે વાદવિવાદ કરી બૌદ્ધશાસનની પ્રભાવના કરી શકે તે હા કહે નહિતર થયું.
કુલપતિ આ સાંભળી ખુબ ગરમ થયો. વળી એ ને નિશાળીયે કે જાગ્યો છે જે હાથે કરીને મરવા આવ્યું છે? તેણે કહ્યું જે હારે તેને પ્રાણુદંડની શિક્ષા કરવામાં આવે, તે જા, હું વાદ કરવા કબુલ છું. દૂત કહે, જે હારે તે ધગધગતા તેલની કઢાઈમાં પડે એવી શરત રાખવાથી હારનારને પ્રાણદંડ મળી જશે. પણ આપ વિચાર કરી જુઓ. કદાચ આપને પણ એ વારે આવે. આ સાંભળતાં જેમ વાઘ ઘૂરકે તેમ એ કુલપતિ ઘુરકર્યો. અરે વાચાલ ! હું છું તેની તને ખબર છે? જા, એ શરત કબુલ છે.
રાજસભા ચિકાર ભરાઈ ગઈ છે. વાદવિવાદનો નિર્ણય આપનાર સભ્ય નક્કી થઈ ચૂક્યા છે. એક બાજુ શ્રાદ્ધોના અનેક આચાર્યો આવીને કુલપતિ સાથે બેઠા છે. બીજી બાજુ હરિભદ્રજી એકલા છે. પાસે જ એક તેલની મેટી કઢાઈ નીચે અગ્નિ ભડભડાટ સળગી રહ્યો છે.
વાદવિવાદ શરૂ થયે. કુલપતિએ પિતાને પક્ષ રજુ કર્યો. એને સાબીત કરવા અનેક દલીલ કરી. આચાર્ય હરીભદ્રજીએ એમાં ક્યાં ક્યાં ખામી છે તે બતાવી એની જડમૂળ ઉપાડી નાખી ને અનેકાંતવાદનું સમર્થન કર્યું. એમાં એટલી તે વિદ્વતા બતાવી કે ફરી કેઈ સામે આવવાની હિમ્મત જ ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com