________________
સભ્યએ નિર્ણય આપ્ય: કુલપતિ હાયો. તરતજ ધગધગતી કડાઈમાં તે જઇ પડયા. જોતજોતામાં તે તળાઈ ગયા.
આચાર્યશ્રી હરિભહજી જિનેશ્વર દેવના સાધુ છે, પણ અત્યારે તે કોધથી ધમધમી રહ્યા છે. એટલે કર્તવ્ય શું ને અકર્તવ્ય શું તેને તેમને ખ્યાલ જ રહો નથી. એ તે એક પછી એક બદ્ધાને ઉભા કરી, વાદમાં હરાવી કડાઈમાં નાંખેજ જાય છે ને જેમ ભજીયાં તળાતાં હોય તેમ તે તળાઈ જાય છે.
આમ જ્યાં બે, ત્રણ, ચાર ને પાંચ જણ સ્વાહા થઈ ગયા ત્યાં હાહાકાર મચી રહ્યું. આચાર્ય હરિભદ્રજી તે હંસ ને પરમહંસની પાછળ પડનાર ૧૪૪૪ ની સંખ્યા યાદ લાવી એ હાલતે પહોંચાડવા માગતા હતા.
એવામાં બે જૈન સાધુ ત્યાં પહોંચ્યા ને એક પત્ર તેમના હાથમાં મૂક્યો. એમાં લખ્યું હતું કે વીતરાગનાં વચનને સમજ્યા હોય તેનામાં ક્રોધ ઉદ્ધવે ખરે ? પત્ર લખનાર ને મેકલનાર પોતાના ગુરૂ જિનભટ્ટજીહતા. હરીભદ્રજી કેધને વશ થઈ વાદ વિવાદ કરવા ગયા છે એમ જાણતાં જ તેમણે બે સાધુને રવાના કર્યા હતા.
આચાર્ય હરિભદ્રજી પત્ર વાંચતાંજ શાંત થઈ ગયા. પિતાના કામ માટે પસ્તા કરવા લાગ્યા. મેં શું કર્યું ? એ હત્યાકાંડ ત્યાંજ બંધ રાખી તેઓ પાછા ફર્યા ને પિતાના ગુરુજીને આવી મળ્યા. તેમની આગળ. પ્રાયશ્ચિત્ત માગ્યું. ગુરુજીએ કહ્યું: તારે ૧૪૪૪ બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com