________________
પૂર્ણ વાત જણાવી. પછી પિતે કરેલા અવિનયની ગદગ૬ કંઠે માફી માંગી ને એકદમ જમીનપર ઢળી પડે. તેનું પણ મરણ થયું.
આચાર્યશ્રી હરિભદ્રજીની આ બનાવથી આંખે ફાટી. મારા બે શિષ્યપર આ વિતક! અને આટલે બધો જેનપર ખાર ! હવે તો એ પાછળ પડનાર ૧૪૪૪ બોદ્ધોને સંહાર કરૂં તેજ હું ખરો. ક્રોધના આવેશમાં આચાર્યશ્રી હરિભદ્રજી સૂરપાળ રાજાના નગર ભણી ચાલ્યા. ટુંક વખતમાં વિહાર કરી ત્યાં પહોંચી ગયા. તેમણે સુરપાળ રાજાએ બતાવેલી ક્ષત્રિયવટને ધન્યવાદ આપે ને પિતે બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ કરવા ઈચ્છે છે એ વાત જણાવી. સુરપાળ કહે, મહારાજ ! એ લેકે ખુબ કુર છે. વળી સંખ્યામાં પણ વધારે છે. અને આપ એકલા છે. માટે મને તે એ કરવા જેવું લાગતું નથી. હા, આપની પાસે કઈ દિવ્યશક્તિ હોય તે જીતે. રાજન ! એ વિષે કશી શંકા રાખવા જેવું નથી. એમને વાદવિવાદ કરવાનું આમંત્રણ મોકલ ને તું મારી પડખે રહે. સુરપાળે એ પ્રમાણે કર્યું. એક દૂતને તૈયાર કરી વિદ્યાપીઠના કુલપતિજી પાસે મોકલ્ય.
તે ત્યાં જઈ જણાવ્યું: રાજા સુરપાલ કહેવરાવે છે કે તમારા જેવા વાદિગજકેસરી હેવા છતાં હજુ વાદિ મતંગજે ફર્યા કરે છે એ શું? અમારી સભામાં કે જેનવાદી આવે છે તે શાસાર્થ કરવા ઇચ્છે છે. શું તમે એની સાથે વાદવિવાદ કરી શકશે ? એ કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com