SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા ખાદ્ધ ભિખ્ખુઓના હાથમાં આવ્યા. તેમણે જઇને એ પાનાં કુલપતિને આપ્યા. કુલપતિએ ધ્યાનપૂર્વક વાંચ્યા. તેને લાગ્યું કે વાહ! આ તે કોઈ મહા વિદ્વાનનું લખાણ છે. પણ લાગે છે તે જૈન ! અરે! એ તા આપણા કટ્ટા શત્રુ ! જો આવા બુદ્ધિશાળી અહીં આવી આપણું ભણી જઈને આપણું ખંડન કરશે તેા ખુબ હાનિ પહોંચશે. માટે એવાઓને ધરતીના પડ પરથી નાખુદ કરવા. પણ આ પંદર હજાર વિદ્યાથી એમાંથી કાને પારખવા ? થેાડીવાર વિચાર કરતાં તેને એક યુક્તિ યાદ આવી. લાવ્ય, આ ચાલવાના રસ્તાપર એક જૈનમૂર્તિ ચિતરાવું ને તેના પરથી દરેકને પસાર કરાવું. જો તે ખરાખર જૈન હશે તેા પકડાયા વિના નહિ રહે. તેમણે હુકમ બહાર પાડયા. જમવા જતી વખતે દરેકે આ રસ્તાપરથી જવું. આજીમાજી કેાર દૃષ્ટિવાળા જાસુસા ગાવી દીધા. જમવાનેા ઘંટ થયેા. વિદ્યાર્થીઓનાં ટાળેટોળાં એ માર્ગ પરથી પસાર થવા લાગ્યાં. એ ચિત્રપર પગ મૂકતાં કાઇને જરાપણ સ`કાચ થતા નહિ. એમ કરતાં હડસને પરમહંસ આવ્યા. તેમણે બધી સ્થિતિ ધ્યાનપૂર્વક જોઇ અને અંદર અંદર વાત કરી: સ ! જીવ જાય તા મહેતર, પણ આપણા ઇષ્ટદેવ પર તેા પગ નજ મૂકાય. પરમહુસ ! હું પણ એજ મતના છું. પણ કાંઇક યુક્તિ શેાધ. એમ વિચાર કરતાં તે પેલા ચિત્ર આગળ આવ્યા ને ખડી વતી એ મૂર્તિના ગળામાં ત્રણ લીટા કર્યો. આથી તે પ્રતિમા જિનની મટી યુદ્ધની થઈ ગઈ. હવે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy