________________
વિદ્યાપીઠમાં જઈ તર્કશાસ્ત્ર ભણી આવીએ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી બૈદ્ધ શાસ્ત્રના પરંગામી હતા. પણ વિદ્યાપીઠના શિક્ષણને મેહ આ શિષ્યને લાગ્યું. ગુરુજીની ઈચ્છા તેમને ત્યાં મોકલવાની ન હતી પણ તેમનું મન એના સિવાય બીજાને વિચારજ કરી શકયું નહિ, એટલે પિતાની ઈચ્છાથી એઓ પૂર્વ દિશામાં ચાલ્યા.
વિહાર કરતાં કરતાં તેઓ ભેટ દેશમાં આવ્યા. અહીં બૌદ્ધોની એક મહાન વિદ્યાપીઠ હતી. ૧૫૦૦ તે અધ્યાપકે હતા ને પંદર હજાર વિદ્યાથીઓ હતા. બદ્ધ વિદ્યાપીઠને એ મુદ્રાલેખ હતો કે બૌદ્ધદર્શન સિવાય સર્વ દર્શન ખોટાં છે. માટે તેમનું બરાબર ખંડન કરી શકે તેવા માણસ તૈયાર કરવા. આટલા ઝનુની વાતાવરણમાં જૈન સાધુઓના વેશે રહેવું અશક્ય હતું. એથી ભણતરને માટે સાધુને વેશ છેડી ભિક્ષુને વેશ પહેર્યો ને બંને જણ વિદ્યાપીઠમાં દાખલ થયા. ત્યાંના આચાર્ય આ ભિક્ષુઓને પોતાના સંઘના જાણે દાખલ કર્યા ને તેમની ખાવાપીવાની બધી ગઠવણ કરી.
મહા ચતુર એવા આ બંને ભાઈઓએ એમના કઠણમાં કઠણુ શાસ્ત્રોને થોડા વખતમાં જ અભ્યાસ કરી લીધે. એમાં જ્યાં જૈનશાસ્ત્રોનું ખંડન આવતું હતું, તેને સમજી લઈ તેનું ખંડન કેવી રીતે થાય એની દલીલ પણ એમણે વિચારી કાઢીને બે પાના પર ટુંકમાં લખી. આ પાનાંઓને સાચવીને તેઓએ ઠેકાણે રાખ્યાં. એક વખત કેણ જાણે કયા કારણથી પણ તે પાનાં ઉડી ગયાં ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com