________________
ગામમાં પ્રાચીન જિનમંદિર છે. મરીગામ પાસેથી જેના મંદિરના ઘણા અવશેષો મળી આવે છે. પુના જીલ્લાના નેડા ગામ પાસે બે ગુફાઓ છે. જુનેરમાં પણ પહાડમાંથી ગુફાઓ કેરી કાઢેલી છે. અને ભવસારી, શીવનેર, બાલચંદ્ર વગેરે ઠેકાણે પણ સંખ્યાબંધ ગુફાઓ છે. સતારા શહેરમાં બે જૈન મંદિરે છે. આ જીલ્લાના ધૂમલવાડ ગામ પાસે પહાડપર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ફલટણમાં બે હજાર વર્ષનું જૂનું જિનાલય છે જે હાલ જગેશ્વર મહાદેવનું મંદિર બનેલું છે. કુંડલ પાસેના પહાડમાં ઘણી જૈનમૂર્તિઓ છે. વળી કરાડવાઈ, પાટણ વગેરે સ્થળમાં પણ જૈન તથા બૌદ્ધ ગુફાઓ છે.
સેલાપુર જીલ્લામાં દહીગામ ને બેલાપુરમાં જિનાલય છે. રત્નાગિરિ જીલ્લામાં ખારપાટણ ગામમાં એક જિનાલય છે, જ્યાંથી રાષ્ટ્રકુટ વંશના રાજાઓના તામ્રપટ મળી આવેલ છે. બરવારમાં અગીઆરમી સદી સુધી જૈન રાજ્ય હતું. દામલનું ચંડીનું મંદિર સાતમા સૈકા સુધી જિનાલય હતું. કેલ્હાપુર શહેરમાં બે મઠો છે. તેની આસપાસ ઘણું ખંડિત જૈન મૂર્તિઓ મળે છે. ત્યાંનું અંબામાઈનું પ્રસિદ્ધ મંદિર એક વખત પદ્માવતીનું મંદિર હતું. ખીદ્રાપુરમાં 2ષભદેવનું મંદિર છે. કુંભેજ ગામની પાસે એક નાને સરખે ડુંગર છે ત્યાં બાહુબલિની ચરણપાદુકા તથા સેળ સ્થભેવાળું એક મંદિર છે. કેલહાપુરથી પાંચ માઈલ ઉપર જોતીબાને પહાડ છે ત્યાં એક મેટી ગુફા છે. જુના વખતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com