________________
જેના કળાકારેનાં ટાંકણાથી ગાજી ઉઠતે. એ એક પણ સુંદર પહાડ નહિ હેય જ્યાં જૈનેએ કળામય કોતરણીથી ગુફા મંદિર ન બનાવ્યાં હેય. થાણા, નાશિક, અહમદનગર, પુના, સતારા, સેલાપુર, રત્નાગિરિ, કોલ્હાપુર વગેરે તેના જીલ્લાઓનાં મુખ્ય શહેરમાં આજે પણ આલિશાન જૈન મંદિરે શોભી રહ્યાં છે. અને દરેક જીલ્લામાં અનેક જિનાલય તથા ગુફાઓનાં અવશેષ મોજુદ છે.
થાણા જીલ્લાના કુડી ગામમાં પાંચમા છઠ્ઠા સિકાની ગુફાઓ છે. તથા મહાપુ, પાલે, કેલ, રામધરણ પર્વત, ગોરેગામની સમીપ જે ગુફાઓ છે તેમાં જૈન ગુફાઓ હોવાનો સંભવ છે.
નાશિક એ ચંદ્રપ્રભુનું તીર્થ ગણાય છે. અહીં ગામમાં તથા ગામ બહાર મળી ૪ જિન દહેરાસરે છે. પાસે ગજપંથ નામે દિગમ્બરનું તીર્થ પહાડની ગુફામાં કરેલું છે. અંજનેરીના પહાડમાં ઘણું જૈન ગુફાઓ છે. ચાંદવડ ૫ સે એક જૈન ગુફા છે ને ડુંગરાની અંદર જન મૂર્તિઓ કેરી કાઢેલી છે. જો કે આજે તેને અન્ય લેકે પોતાના દેવ સમજી તેલ, સિંદૂર લગાવે છે. તિગલવાડીમાં જૈન ગુફાઓ કેરેલી છે. અનકાઈના પહાડમાં સાત જૈન ગુફાઓ ને માંગતુંગી સિદ્ધક્ષેત્રમાં પાંચ-છ ગુફાઓ કેરેલી છે. સિન્નરમાં પણ જન મૂતિઓ છે.
અહમદનગર શહેરમાં બે સુંદર મંદિર છે. મેહેકરી ગામ પાસેના પહાડમાં એક જિનાલય છે. ને ઘેટાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com