________________
તુલસીમંડીમાં નજરે પડે છે. સુદર્શન શેઠને શૂળીએ ચઢાવતાં શીયળના પ્રભાવથી સિહાસન થયું હતું તે જગા પણ આજ સ્થળ છે. અહીં કમળદ્રહ નામનું નાનું પણ સુંદર તળાવ છે.
ભાગલપુરની પાસે આવેલી ચંપાપુરી બારમા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામીની જન્મભૂમિ હેવાથી મહાન તીર્થ છે. મીરજાપુરમાં સુંદર જૈન મંદિર છે,
બંગાળા જનેની સંખ્યા બિહાર કરતાં અહીં ઠીક છે. અહીં મોટા મોટા ભાગીદારે આજે પણ જૈન ધર્મ પાળી રહ્યા છે.
કલકત્તામાં રાયબહાદુર બદ્રીદાસજીનું કસોટીનું મંદિર અત્યંત રમણીય છે. દેશ દેશના મુસાફરે પણ એને જેવા માટે આવે છે. આજીમગંજ ને મુર્શિદાબાદમાં (બાઉચર) અનુક્રમે છ તથા ચાર મંદિર છે. અહીંના બાબુ સાહેબેને આતિથ્યસત્કાર અપૂર્વ છે. કિરતબાગ, કઠોળા તથા કાસમ બજારમાં પણ રમણીય જિનાલય છે.
શૂલપાણિ યક્ષના ભયંકર ઉપસર્ગો પ્રભુ મહાવીરને વર્ધમાન પુરમાં થયાતે સ્થળ કલકત્તાથી ૬૭ માઇલ પશ્ચિમેત્તર અને ખાના જંકશનથી આઠ ગાઉ દૂર છે. હાલ પણ ગામનું નામ એજ છે.
બૃહદેશ છેલ્લાં થોડા વર્ષથી વેપારને અંગે જેની સંખ્યા આ દેશમાં વધી છે. આજે તે અઢી હજાર જેટલી છે. રંગુનમાં એક સુંદર દહેરાસર તથા જૈન પાઠશાળા ચાલે છે. અહીંના બીજા લેકે બૌદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com