________________
વીશ તીર્થકરેની નિર્વાણભૂમિવાળે સમેતશિખર પહાડ અહીં જ આવેલ છે. જે પારસનાથહીલ નામે બીજા લેકમાં ઓળખાય છે. એની તળેટી મધુવનમાં ગિરડી સ્ટેશને ઉતરીને જવાય છે. આખાએ પહાડ ખુબ રમણીય ને અનેક જાતની વનસ્પતિથી ભરપુર છે. એમાં સ્થળે સ્થળે મનહર ઝરણુઓ વહી રહ્યાં છે.
પ્રાતઃકાળમાં પહાડ પર હજારે યાત્રાળુઓ ચઢતાં જણાય છે. ત્યાં પ્રભુ પ્રાર્થનાથનું એક મંદિર છે. બીજા તીર્થકરેની નિર્વાણભૂમિકામાં ચરણપાદુકાઓ ને તેના પર છત્રીઓ છે.
ગિરડીથી મધુવન જતાં રસ્તામાં આજુવાલિકા નદીના કિનારે વાકડ નામે ગામ આવે છે. અહીં શ્યામા કણબીના ડાંગરનાં ખેતરમાં પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન થયું હતું જે જ્ઞાનથી આજે જગતના કોડે માણસ આત્મકલ્યાણ કરી રહ્યા છે.
સમેતશિખર પછી રાજગૃહીની પરકમ્મામાં આવેલા હિરે શરીફ યાને વિશાળાનગરી, કુંડલપુર, નાલંદા રાજગૃહી વિપુલાચળ, રત્નગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિને વૈભારગિરિ ધનવર બરગામ, પાવાપુરી ને ગુણાયાજી આપણા મહાન તીર્થો છે.
વિશાળાનગરી પટણાથી રેલ્વે માર્ગે જવાય છે. આ તેજ સ્થળ જ્યાં પ્રભુ મહાવીરના મામા ચેટક રાજા તથા કૂણિકને ખુનખાર યુદ્ધ થયું. કુંડલપુર આજે વડગામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com