________________
આ સ્થળે બનેલ છે. કેશીગણધર તથા ગૌતમ સ્વામીની મુલાકાત અહીં જ થઈ હતી. પ્રભુ મહાવીરે અહીં ચોમાસાં કર્યા હતાં. આજે તે આ સ્થળ જંગલથી છવાઇ અનેક જાતની વનસ્પતિથી શોભી રહ્યું છે.
બનારસ અથવા વારાણસી ખુબ પ્રાચીન છે. જન, બૌદ્ધ અને હિંદુ એ ત્રણે ધર્મનું મહાન તીર્થ છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની એ જન્મભૂમિ છે. અહીં જૈનેની વસ્તી બહુ થડી છે પણ ૮ મંદિરે છે. થોડે દૂર ભલુપુરમાં પણ એક મંદિર છે. અહીંથી સારનાથ સ્ટેશને ઉતરવાથી ૧ માઇલ દૂર સિંહપુરી આવે છે જે શ્રેયાંસનાથ ભગવાનની જન્મભૂમિ છે. એને આજે હીરાવન ગામના નામે ઓળખવામાં આવે છે. મંદિર ગામથી થોડે દૂર જંગલમાં આવેલું છે. બનારસથી રેલ્વે માર્ગે ૧૫ મિનિટના રસ્તા પર ચંદ્રાવતી નામે ગામ છે જે ચંદ્રપ્રભુની જન્મભૂમિ છે. ગંગાકિનારે અત્યંત રમણીય મંદિર છે. થોડે દૂર વિશાળ ધર્મશાળા છે. જાણે અહીંથી કયાંઈ જઈએજ નહિ એમ અહીં આવતાં જ લાગ્યા કરે છે.
બિહાર
અહા! બિહાર એ તે પ્રાચીન મગધ. જૈન શાસ્ત્રોમાં જેનાં સ્થળે સ્થળે વર્ણન છે, જેની સ્થળે સ્થળે પ્રસંસા છે, તે આજ ભૂમિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com