________________
જોઈ મન પ્રસન્ન થાય છે. આ તીર્થની યાત્રા કરી હાથરસ જકશન પાછા ફરી મથુરા અવાય છે, જ્યાં સમુદ્રવિજયજી વગેરે યાદ થઈ ગયા છે. શ્રી કૃષ્ણને મારવા ઈચ્છનાર કંસ રાજા પણ અહીં જ થઈ ગએલે છે. અહીંઆથી મળી આવેલ જૈન સ્તુપમાંથી ઘણા અગત્યના શિલાલેખે મળી આવ્યા છે. અહીં પહેલાં અનેક જૈનમંદિરે હતાં પણ આજે એક નાનું સરખું મંદિર રહ્યું છે. આગ્રા આવતાં ત્યાંના સુંદર જન મંદિર તથા તાજમહાલ, બીજા મેગલ સમયના કિલ્લાઓ ને બાંધકામ જોવાનું મળે છે. એક મેટી જિન લાયબ્રેરી તથા પુસ્તક પ્રકાશનસંસ્થા પણ અહીં આવેલી છે. સીકેહાબાદ સ્ટેશને ઉતરીને ૧૪ ગાઉ જવાથી શૌરીપુર નગરીની યાત્રા થાય છે. પ્રભુ નેમનાથની એ જન્મભૂમિ છે. આજે એ શૌરીપુર નથી પણ એક નાનું ગામડું છે, તેનાથી એક ગાઉ દૂર જમનાજીના કિનારે એક પહાડ પર પાંચ જિનમંદિરે જીર્ણ અવસ્થામાં મેજુદ છે. જેમાં ચાર ખાલી છે, એમાં નેમનાથજીની ચરણપાદુકા છે. અહીં ધર્મશાળા જેટલી પણ સગવડ રહી નથી. કાનપુરના જિન મંદિરમાં કાચનું મંદિર ખાસ જોવા લાયક છે. થોડે દૂર આવેલા લખનૌમાં પણ લગભગ પાંચ જેન મંદિર છે. દિવસે દિવસે આ મંદિરે પડતી હાલતમાં આવતાં જાય છે.
કાનપુરથી ભરવારી સ્ટેશને ઉતરીને ૧૦ ગાઉ જવાથી એક વખતની વત્સદેશની રાજધાની કૌશાંબી નગરી આવે છે. પદ્મ પ્રભુની જન્મભૂમિ હેવાથી એ મહાન તીર્થ છે. દુષ્ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com